નાટક

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

નાટક અને તેની ઉત્પત્તિ

ભાષાકીય અને સ્વરૂપની રીતે ગુજરાતી નાટક સંસ્કૃત નાટક ઉપરથી ઉતરી આવ્યું છે. નાટકની ઉત્પત્તિ વિશે બે પ્રકારની માન્યતા પ્રચલિત છે.

એક માન્યતા પ્રમાણે ભરતમુનિ એ નાટ્યશાસ્ત્રના રચયિતા છે. નાટ્યરૂપે મનોરંજન કરવા માટે નાટકની જરૂર ત્રેતાયુગમાં પડી, કેમકે સત્યયુગમાં માનવ જીવનમાં માત્ર સુખ જ હતું. ત્રેતા યુગમાં તેમાં દુ:ખપણ ભળ્યું. તે વખતે દેવોએ બ્રહ્માને વિનંતિ કરીકે સર્વે વર્ણના લોકોને સુખ મળે તેવું કાંઈંક રચે. આથી બ્રહ્માએ ઋગ્વેદમાંથી સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને ક્રીડાસાધનરૂપે નાટકની રચના કરી. વિશ્વકર્માએ રંગભૂમિનું સર્જન કર્યું. શિવે તાંડવ અને પાર્વતીએ લાસ્ય નૃત્ય આપ્યાં. વિષ્ણુએ ચાર પ્રકારની કૌશિકી વગેરે વૃત્તિઓ અને ચેષ્ટાઓ અને વાણીનું સર્જન કર્યું. ભરતમુનિ પ્રયોજક બન્યા. મનોરંજન, સમાજહિત, લોકોપદેશ વગેરે નાટકનાં પ્રયોજન છે.

બીજી માન્યતા પ્રમાણે નાટક પ્રાચીન છે. ભારતની ઐતિહાસિક પરંપરા મૌખિક (oral) હોવાથી ઘણી બધી વાતોનું લેખિત પ્રમાણ ઉપલબ્ધ હોય જ એમ હંમેશાં બનતું નથી. વળી સતત વિદેશી આક્રમણો દરમ્યાન નાલંદા જેવાં વિશ્વવિધ્યાલયો, પુસ્તકાલયો, મઠો અને મંદિરો અને તેમાં રહેલા હસ્તપ્રતોના સંગ્રહોને બાળવામાં આવ્યા હોવાથી પણ લેખિત સામગ્રી નાશ પામી છે. તે છતાં ખ્યાતનામ લેખકોનાં નાટકોમાં ભરતમુનિ, નાટ્ય્શસ્ત્રના રચયિતા અથવ દિગ્દર્શક તરીકે ભરતમુનિ, એવા ઉલ્લેખો ઉપકબ્ધ છે.

નાટકના મૂળ સ્વરૂપમાટે ’રૂપક’ એવો શબ્દ છે. વળી ’રૂપક’, ’પ્રકરણ’ જેવા શબ્દો પણ વપરાતા. રૂપકના મુખ્ય દસ પ્રકારો છે: નાટક, પ્રકરણ, ભાણ, વ્યાયોગ, સમવકાર, ડિમ, ઇહામૃગ, અંક, વીથી, અને પ્રહસન. વળી ગૌણ/પેટા પ્રકારો પણ છે, પણ તે બધા મળી આવ્યા નથી. ખાળાન્તરે કેટલાક પ્રચલિત ન બન્યા હોય અને ભૂંસાઈ ગયા હોય તેમ પણ બને.