નાણું આપે નરભો રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
નાણું આપે નરભો રે
નરભેરામ


<poem> નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા; ગાંઠે બાંધજો તાણી રે, ધોલી ધજાવાળા.

કપટી કેશવ જાણત તો શાને, આવત પચાસ જોજન, સાંભળ્યું શ્રવણે સાધુને છાપે છે, માટૅ મળવા ધસ્યું મન, દરશન દ્યો ને રે દૂર કરી પાળા - નાણું૦

ભેખ દેખીને અજર નથી કરતા, છાપ આપો છો હરિ, પાઘડી ભાલી છાપ ખાલી છબીલા, પરીક્ષા તો એવી કરી! સમસ્યા લેજો સમજી રે, જે કહી કાનડ કાળા! - નાણું૦

હારો છો જનથી નથી હરવાતા, માટે હરિ! હઠ મેલ, કહે નરભો છોટાલાલ પ્રતાપે, નથી એ તલમાં તેલ; લેવાનું મુજ પાસે રે, હરિ હરિ જપ માળા! - નાણું૦