નિત્ય મનન/૧૪-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૩-૧૨-’૪૪ નિત્ય મનન
૧૪-૧૨-’૪૪
ગાંધીજી
૧૫-૧૨-’૪૪ →


कलका भजन बहुत मीठा और मननीय था । उसका सार यह है : भगवान न मंदिरमें है, न मसजिदमें; न भीतर है, न बाहर; कहीं है तो दीन जनोंकी भूख और प्यासमें है । चलो, हम उनकी भूख और प्यास मिटानेके लिए नित्य कातें या ऐसी मेहनत उनके निमित्त रामनाम लेकर करें ।

१४-१२-’४४
 

કાલનું ભજન[૧] બહુ મીઠું ને મનનીય હતું. તેનો સાર આ છે : ભગવાન નથી મંદિરમાં કે નથી મસીદમાં, નથી અંદર કે નથી બહાર; ક્યાંય હોય તો દીન જનોની ભૂખતરસમાં છે. ચાલો, આપણે તેમની ભૂખતરસ મટાડવા માટે રોજ કાંતીએ અથવા તેમને નિમિત્તે રામનામ લઈને એવી જાતમહેનત કરીએ.

૧૪-૧-’૪૪
 

  1. ૧. જુઓ પરિશિષ્ટ નં. ૩.