નિત્ય મનન/૧૬-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫-૪-’૪૫ નિત્ય મનન
૧૬-૪-’૪૫
ગાંધીજી
૧૭-૪-’૪૫ →


सही कोशिश किसे कहें ? एक बात यह है कि सही कोशिशसे बहुत वक़्त हमें इच्छित फल मिलता है । इसलिए फलसे ही कहा जाता है कोशिश सही थी । लेकिन अनुभवसे मालूम होता है ऐसे हमेशा नहीं बनता । सही कोशिश यह है कि साधनकी योग्यताके बारेमें निश्चय है और विपरीत फल देखने पर भी साधन बदलता नहीं, न उद्यम बदलता है या कम होता है |

१६-४-’४५
 

સાચો પ્રયત્ન કોને કહેવાય ? એક વાત એ છે કે સાચા પ્રયત્નથી ઘણી વાર આપણને ઇચ્છિત ફળ મળે છે. એટલે ફળ પરથી જ કહેવામાં આવે છે કે પ્રયત્ન સાચો હતો. પણ અનુભવથી જણાય છે કે હંમેશાં એમ નથી બનતું. સાધનની યોગ્યતા વિષે નિશ્ચય હોય, વિપરીત ફળ જોઈને પણ સાધન બદલાય નહીં, તથા પ્રયત્ન બદલાય નહીં કે ઓછો થાય નહીં ત્યારે તે સાચો પ્રયત્ન કહેવાય.

૧૬-૪-’૪૫