નિત્ય મનન/૨૪-૧૦-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૩-૧૦-’૪૪ નિત્ય મનન
૨૪-૧૦-’૪૪
ગાંધીજી
૨૫-૧૦-’૪૪ →


मेरी शांति और मेरे विनोदका रहस्य है मेरी ईश्वर, यानी सत्य पर अचल श्रद्धा । मैं जानता हूँ कि मैं कुछ कर नहीं सकता हूँ। मुझमें ईश्वर है, वह मुझसे सब कुछ कराता है, तो मैं कैसे दुःखी हो सकता हूँ ? यह भी जानता हूँ कि जो कुछ मुझसे कराता है, मेरे भलेके ही लिए है । इस ज्ञानसे भी मुझे खुश रहना चाहिये । ‘ बा ’ को ईश्वर ले गया सो ‘ बा ’ के भलेके लिए । इसलिए ‘ बा ’ का वियोग मुझे दुःख देनेवाला नहीं होना चाहिये । इस वास्ते विद्याकी मृत्युसे तुम्हारा दुःख मानना पाप समझो ।

२४-१०-’४४
 

મારી શાંતિ અને વિનોદનું રહસ્ય ઈશ્વર એટલે કે સત્ય પરની મારી અચળ શ્રદ્ધામાં છે. હું કંઈ જ કરવાને સમર્થ નથી એનું મને ભાન છે. પરંતુ ઈશ્વર મારામાં વસે છે અને તે મારી પાસે સર્વ કંઈ કરાવે છે. પછી મારે દુઃખ કેવું ? વળી મારી પાસે તે જે કંઈ કરાવે છે તે મારા ભલાને માટે જ છે એ પણ હું જાણું છું. આ ભાનથી પણ મારે પ્રસન્ન રહેવું જોઈએ. ઈશ્વરે બાને ઉઠાવી લીધી તે બાના ભલા માટે. તેથી બાના વિયોગથી મારે દુઃખી થવાનું ન હોય. આથી વિદ્યાના મૃત્યુનો શોક કરવો એ પાપ છે એમ સમજ.

૨૪-૧૦-’૪૪