નિત્ય મનન/૯-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૮-૪-’૪૫ નિત્ય મનન
૯-૪-’૪૫
ગાંધીજી
૧૦-૪-’૪૫ →


 हम क्या मानें ? हमारी तारीफ़, हमारी निंदा ? दोनों ग़लत हो सकते हैं । तब हमारा इनसाफ़ हम ही करें ? इसमें भी तो काफ़ी ग़लती पाई जाती है। हम कैसे हैं सो तो ईश्वर ही जानता है, लेकिन वह तो हमें कहता नहीं है । अच्छा तो यह है कि हम अपने बारेमें कुछ जानें नहीं, मानें नहीं । जैसे हैं वैसे हैं । जाननेसे और माननेसे हमें कुछ फ़ायदा नहीं पहुँचता । हमारा धर्म-पालन ही सच्ची बात है ।

९-४-’४५
 

આપણે શું માનવું ? આપણી પ્રશંસા કે આપણી નિંદા ? બંને ખોટી હોઈ શકે. ત્યારે આપણો ઈન્સાફ આપણે જ કરીએ ? એમાં પણ ઘણી ભૂલો જોવામાં આવે છે. આપણે કેવા છીએ એ તો એક ઈશ્વર જ જાણે છે, પણ તે તો આપણને કહેતો નથી. એટલે સારું તો એ છે કે આપણે આપણે વિષે કંઈ જાણીએ નહીં, માનીએ નહીં. જેવા છીએ તેવા છીએ. જાણવાથી ને માનવાથી આપણને કશો લાભ નથી થતો. ખરી મુદ્દાની વાત આપણું ધર્મપાલન છે.

૯-૪-’૪૫