લખાણ પર જાઓ

નીરખી નૌતમ નાથને

વિકિસ્રોતમાંથી
નીરખી નૌતમ નાથને
પ્રેમાનંદ સ્વામી



નીરખી નૌતમ નાથને

નીરખી નૌતમ નાથને નેણાં ઠરિયાં,
રસિયો રૂપનિધાન, નેણાં ઠરિયાં,
શોભે ગોઠીડાના સાથમા, નેણાં ઠરિયા,
ભૂધરે ભીણલે વાન રે, નેણાં ઠરિયાં,

માથડે મોળિયું હેમનું, ને કેસર તિલક ભાલ,
હસવું ભરેલ પ્રમનું, ને જોયા જેવી ચાલ,
નીરખી નૌતમ... ૧

કલંગી બીરાજે વાંકડી, ને બાંધણી આંટાદાર,
આંખલડી કમળ કેરી પાંખડી, ને કુંડલ મકરાકાર,
નીરખી નૌતમ... ૨

નાસા નમણી શોભતી, ને ભ્રુકુટી કામ કબાણ,
ચિતવણી ચિત્ત લોભતી, વરું વદન પર પ્રાણ,
નીરખી નૌતમ... ૩

મૂર્તિ સદા સુખકંદની, ઉરમાં રહો રંગરેલ,
વિનંતી પ્રેમાનંદની, તમે સાંભળજો રંગછેલ,
નીરખી નૌતમ... ૪