ન્હાના ન્હાના રાસ/દૂધ

વિકિસ્રોતમાંથી
← બ્હેનનાં શણગાર ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
દૂધ
ન્હાનાલાલ કવિ
સુખદુઃખ →


૬૮
દૂધ

ગોરા ઘીનાં ગાવડીનાં દૂધ :
મીઠાં અમીનાં માવડીનાં દૂધ.

વાછડી ધાવે ગાવડીનાં દૂધ :
બ્હેનડી ધાવે માવડીનાં દૂધ.

વગડે વગડે ગાવડીનાં દૂધ :
ઘરમાં ઘરમાં માવડીનાં દૂધ.

દેહને પાજો ગાવડીનાં દૂધ ;
પ્રાણને પાજો માવડીનાં દૂધ.