ન્હાના ન્હાના રાસ/હૈયાનાં હેત
Appearance
← રાજકુમારીનું ગીત | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ હૈયાનાં હેત ન્હાનાલાલ કવિ |
પ્રેમસરોવર → |
ન્હાના ન્હાના રાસ/હૈયાનાં હેત
હૈયાનાં હેત વ્હેતી વાંસળી વાગી!
વાંસળી વાગી,
ને મ્હારી છાતડી જાગીઃ
દુનિયાના દંશ દેતી વાંસળી વાગી.
એનો ઘેરો ટ્હૌકાર,
મ્હારા ઉરનો આધાર,
મ્હારો ઊંડો ઊંડો જાણે જીવનલલકારઃ
દુનિયાના દંશ દેતી વાંસળી વાગી.
વાંસળી વાગી,
ને મ્હારી છાતડી જાગીઃ
હૈયાનાં હેત વ્હેતી વાંસળી વાગી!
ન્હાનાલાલ