ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દેવોની કે દાનવની?

વિકિસ્રોતમાંથી
← દેવ મ્હેં તો દીઠા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
દેવોની કે દાનવની?
ન્હાનાલાલ કવિ
ધર્મકુમાર →


પ૫, દેવોની કે દાનવની ?
   




હો ! દુનિયા દેવોની ? કે દાનવની ?
હાં રે કોઈ ઉત્તર ત્રિકાળનો બોલો,
હો ! દુનિયા દેવોની? કે દાનવની?

હાં રે દિશાદિશામાં વેણ એહ નાખ્યું;
હાં રે કોઈ કહે છે આ મોહિની માધવની:
હો ! દુનિયાં દેવોની ? કે દાનવની?

હાં રે નરનાર પૂછે ગેબને પ્રશ્નો;
હાં રે જગની મેાતીમાળ કેટલાક ગવની ?
હો ! દુનિયાં દેવોની ? કે દાનવની?

હાં રે આભ દેવનાં, ને પાતાળ દૈત્યનાં;
હાં રે રમતી દુનિયાં સદા ય છે માનવની:
હો ! દુનિયાં માનવની, માનવની.

હાં રે સહુ સુણજો ત્રિકાળનો પડઘો
કે દુનિયાં માનવની, માનવની.