ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/પુણ્યપાપના પગથિયા

વિકિસ્રોતમાંથી
← નવગીતા ગાજે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
પુણ્યપાપના પગથિયા
ન્હાનાલાલ કવિ
પેલે પાર →


ર૭, પુણ્યપાપનાં પગથિયાં




આભ છે ઉંડાં અનન્ત, પુણ્યનાં માંડ્યાં પગથિયાં;
ચ્હડશે શ્રી હરિના સન્ત, પુણ્યનાં માંડ્યાં પગથિયાં.


આભ ને અવનીની એક નીસરણી;
કંઈક ચ્હડે, કંઈની પડવાની સરણી,
કરણીને પગલે સૌની ચઢણી-ઉતરણી;
વિશ્વની આ સ્હીડીને સોહાગ કર્મનાં માંડ્યાં પગથિયાં.


કોરી પાતાળના ભાગ પા૫નાં માંડ્યાં પગથિયાં;
ઉતરે અવનીનાં અભાગ પા૫નાં માંડ્યાં પગથિયાં,


આભ છે ઉડાં અનન્ત, પુણ્યનાં માંડયાં પગથિયાં.