ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહાકાળનાં દુંદુભી

વિકિસ્રોતમાંથી
← ભૂલી આવી ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
મહાકાળનાં દુંદુભી
ન્હાનાલાલ કવિ
મહામાયાનો રાસ →


 પ૭, મહાકાળની દુદુંભી




દુંદુભી વાગે છે મહાકાળની.

સૃષ્ટિએ પાલવ સંકોરિયા રે,
ભીડ્યા ઉઘડ્યા આકાશ,
ભીડ્યા ઉઘડ્યા આકાશ,
ગેબની ગુફાઓ ગાજી ઉઠી,
ઉગ્યા નવલા ઇતિહાસ,
ઉગ્યા નવલા ઇતિહાસ:
દુંદુભી વાગે છે મહાકાળની

પૃથ્વી ખેડી નવ ખંડની રે,
ખેડ્યા સાગરના નીર,
ખેડ્યા સાગરના નીર,
ખેડ્યા કંઈ આભઘુમટો; હવે
ખેડે કાળને નરવીર,
ખેડે કાળને નરવીર:
દુંદુભી વાગે છે મહાકાળની

 

કાલે પ્રજાએ પમરી હતી રે,
આજે માનવક૯યાણ,
આજે માનવકલ્યાણ,
કાલે દુનિયા થશે દેવની,
એવાં પૃથ્વિના પરિયાણ,
એવાં પૃત્વિના પરિયાણ;
દુંદુભી વાગે છે મહાકાળની.