ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહામાયાનો રાસ

વિકિસ્રોતમાંથી
← મહાકાળનાં દુંદુભી ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
મહામાયાનો રાસ
ન્હાનાલાલ કવિ
મહેમાન મનગમતા →


૬૦, મહામાયાનો રાસ




નભકુળ ફૂદડી ફરે રે લોલ,
નવલખ તારલીઓને ઘોર
નભકુળ ફૂદડી ફરે રે લોલ.

ત્રિકાળની તાળી પડે રે લોલ,
મહામાયા રમણ ચ્હડે રે લોલ,
ટહુકે પદઝાંઝરના મોર
નભકુળ ફૂદડી ફરે રે લોલ

ચન્દની અમૃત ઝરે રે લોલ,
વીજળી વીંઝણ કરે રે લોલ,
ઝબકે નયનકમળની કોર
નભકુળ ફૂદડી ફરે રે લોલ

ત્રિલોકથી નીકળી રે લોલ,
સહિયર ટોળે મળી રે લોલ,
ગજવ્યો લોકલોક મહાશોર
નભફળ ફૂદડી ફરે રે લોલ.

તિમિર રજની રચે રે લોલ,
તેજની ઝડીઓ મચે રે લોલ,
રમતા રમતા ઉગિયો ભો૨
નભકુળ કુદડી ફરે રે લોલ

જગકુળ ઘૂમડી ઘૂમે રે લોલ,
ઘૂમતી સુજનપ્રલયની ઝકોર,
નવલખ તારલીઓને ઘોર
જગકુળ ઘૂમડી ઘૂમે રે લોલ