ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/સરોવર ઝીલવા ગઈતી, સજનવા
Appearance
← વ્રજરાજ ! ત્હારી વાંસળિયે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ સરોવર ઝીલવા ગઈતી, સજનવા ન્હાનાલાલ કવિ |
સરોવરિયા ડોલ્યા → |
સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા !
સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા !
સરોવરે કાળુડો નાગ, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !
નાગને માથે હીરલો, સજનવા !
હીરલે મનડું મોહ્યું, રાજ !
સરોવર ઝીલવા ગઈ'તી, સજનવા !
તેજમાં દેહ કાંઈ ચમકે, સજનવા !
નેણમાં નીલમની જ્યોત, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !
જૂઠાં એ તેજ, ને જૂઠો એ હીરલો;
હૈયે હલાહલ ઝેર, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !
મોરલી લઈને આવજે, સજનવા !
કાલિન્દી જેવો છે ઘાટ, રાજ !
સરોવર ઝીલવા ગઇ'તી, સજનવા !]
♣