ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/હીરલો જળમાં પડ્યો

વિકિસ્રોતમાંથી
← હરિ આવોને ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
હીરલો જળમાં પડ્યો
ન્હાનાલાલ કવિ
હું ભૂલી પડી →


૨૧, હીરલો જળમાં પડ્યો




નેણલે વરસે છે નીર,
હીરલો જળમાં પડ્યો રે;
આંખડી તલસે અધીર,
હીરલો જળમાં પડ્યો રે.


અતલ ને અગાધ પેલા જલધિનાં પૂર છે,
જોતી'તી ઝરૂખે ઉભી કેવાં એનાં નૂર છે,
સર્યો, પડ્યો, ગયો ક્ષણમાં, ખાલી હવે ઉર છે.


ભીંજે મ્હારાં ૨સરંગી ચીર,
હીરલો જળમાં પડ્યો રે,
શોધી કોઈ આપશો ? હો વીર !
હીરલો જળમાં પડ્યો રે.