ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/હું ભૂલી પડી
Appearance
← હીરલો જળમાં પડ્યો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ હું ભૂલી પડી ન્હાનાલાલ કવિ |
આ કમળેાની કુંજમા હું ભૂલી પડી
ભૂલી પડી, રે' હું ભૂલી પડી,
આ કમળોની કુંજમાં હું ભૂલી પડી.
વડલો જટા ઢાળી જળમાં ઢળ્યો શું ?
સંસારજાળીઓ શી જાળીઓ વડી;
આ કમળોની કુંજમા હું ભૂલી પડી.
ઉડતો પરાગ જગ ભરતો મનોહર;
નજરો ન ઝાંખી એહ ભાગ્યની ઝડી;
આ કમળોની કુંજમાં હું ભૂલી પડી.
ઉપર આભ, ને નીચે નીર પાથર્યાં;
સારા સૂનકારને શોધે આંખડી.
આ કમળોની કુંજમાં હું ભૂલી પડી.
શેાધું છું આત્માની આરઝૂ અનન્તમાં;
આયુષ્ય આપું, આપો એહ જો ઘડી;
આ કમળેાની કુંજમાં હું ભૂલી પડી.
♣