પાયાની કેળવણી/૧૪. કેટલાક કીમતી અભિપ્રાય

વિકિસ્રોતમાંથી
← ૧૩. ઉદ્યોગ વાટે કેળવણી પાયાની કેળવણી
૧૪. કેટલાક કીમતી અભિપ્રાય
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૫. કેટલીક ટીકાઓ →


૧૪.
કેટલાક કીમતી અભિપ્રાય

[ઉદ્યોગ દ્વારા શિક્ષણને બે ટેકા' એ લેખ]

જો કે વિનોબા અને હું માત્ર પાંચ માઈલના જ આંતરે પડ્યા છીએ, છતાં બમ્ને કામમાં ગૂંથાયેલા હોવાથી ને બંનેની તબિયત જરા લથડેલી હોવાથી એકબીજાને ભાગ્યે જ મળીએ છીએ. તેથી કેટલુંક કામ પત્ર દ્વારા આટોપી લઈએ છીએ.

"આપના શિક્ષણ વિષેના છેલ્લા વિચારો મને બહુ જ ગમી ગયા છે. મારા વિચારો એ જ દિશામાં વહે છે 'ઉદ્યોગ+શિક્ષણ'એ દ્વૈતી ભાષા મને ગમતી જ અન્થી. હું તો 'ઉદ્યોગ=શિક્ષણ' એવું અદ્વૈતી સમીકરણ માનું છું. શિક્ષણ સ્વાવલંબી થઈ શકે છે એ વિષે મને મુદ્દલ શંકા નથી. જેમાં સ્વાવલંબન નથી તેને ગામડાંની દૃષ્ટિએ 'શિક્ષણ' સંજ્ઞા જ ન આપી શકાય, એમ મને તો લાગે છે. આપના વિચારોની સાથે આ બાબતમાં હું સંપૂર્ણ સંમત હોવાથી તે વિષે ખાસ લખવાની ઈચ્છા નથી થઈ. તેનો પ્રયોગ કરવાની ઇચ્છા થઈ છે. થોડોક કર્યો પણ છે. અને ઇશ્વરની ઇચ્છા હશે તો આ વિષયનો નિર્ણય લાવવાની ઉમેદ રાખીશ."

મજકૂર વિચાર એવા એક કાગળમાંથી મેં ઉતાર્યો છે. એ વિચારને હું બહુ મહત્ત્વ આપું છું, કેમ કે એ દિશામાં કેટલાક પ્રયોગો વિનોબાએ કર્યા છે તેટલા મેં કે મારા બીજા સાથીઓમાંથી કોઈએ કર્યાનું મારી જાણમાં નથી. તકલીની ગતિમાં જે ક્રાંતિકારી વધારો થયો છે, તેના મૂળમાં પણ વિનોબાની પ્રેરણાઅને એમનો અથાગ શ્રમ છે. મોટી સંસ્થા ચલાવતાં છતાં એમણે આઠ આઠ ને દસ દસ કલાક રેંટિયો ને તકલી ચલાવ્યાં છે. અને શિક્ષણમાં આ ઉદ્યોગને પ્રથમથી જ એમણે મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એટાલે જેને હું મારી મૌલિક શોધ ગણું છું, એટલે કે ઉદ્યોગદ્વારા સ્વાવલંબી શિક્ષણ, એની સાથે વિનોબા સહેજે સમ્પૂર્ણ પણે સંમત છે એ મારે સારુ તો બહુ ઉત્તેજક વાત છે જ. અને જેઓ વિનોબાને ઓળખે છે તેઓ પણ તેથી પોતાની શ્રદ્દા દૃઢ કરશે અથવા તો નહીં હોય તો શ્રદ્ધા લાવશે, એવી આશાએ એમનો મત મેં અહીં ઉતાર્યો છે.


શ્રી વિનોબાનો ટેકો એ મારે સારુ નવાઈને વાત નથી, અને हरिजनबंधु માંથી વાંચનારને પણ નવાઈ નહીં લાગે. પણ જો તેમને ટેકો ન મળે તો મારે વિમાસણમાં પડવું જોઈએ. મારા જૂનામાં જૂના સાથીઓને જે વાત હું ન સમજાવી શકું એપ્રજાને સમજાવવાની હામ ભીડું તે મૂર્ખાઈ અથવા ધૃષ્ટતા તો ગણાય જ. પણ નીચેનો શ્રી મનુ સૂબેદારનો કાગળમળ્યો તેથી મને અવશ્ય સાનંદાશ્ર્ચર્ય થયું. એમની સાથે હું કેળવણી, મદ્યનિષેધ વગી પરના મારા વિચારો વિષે પત્ર વ્યવહાર ચલાવી રહ્યો છું. તેને પરિણામે નીચેનો પત્ર આવ્યો છે. એ જોઈને વાંચનાર પણ રાજી થશે. તેમણે મજકૂર કાગળની સાથે અંગ્રેજીમાં કેટાલીક સૂચનાઓ મોકલી હતી એ હું हरिजनમાં પ્રગટ કરી ચૂક્યો છું.

"કેળવણીનો બોજો વિદ્યાર્થી કેટાલે અંશે ઉપાડે. અને તેમના ભવિષ્યમાં સુધારો થઈને તુરતમાં શરીરને વ્યાયામ મળે, ઉદ્યોગના કાર્યમાં મળાતી શિસ્ત વગેરેથી તેમના મનનો વિકાસ કેમ થાય, એ
વિચારો કરી રહ્યો હતો, ત્યાં આપ કેળવણીની પરિષદમાં પ્રમુખપણું સ્વીકારો છો એવા ખબર મળ્યા, એટલે આ વિષાય ઉપર તૈયાર કરેલી નોંધો આપને તુરંત મોકલી આપવી એમ લાગ્યું.

"ગૃહઉદ્યોગની યોજનાઓ અને શાળાઉદ્યોગની યોજનાઓમાં કાંઈજ ફરક નથી. સિવાય કે શાળાઉદ્યોગને કાચો માલ પૂરો પાડ્યો હોય તો સારું, પણ હંમેશ એ બની શકતું નથી."

"બધી જાતના સાંચા ('મોલ્ડ') અને હાથનાં યંત્રો ('પ્રેસીસ') બનાવનારી સંસ્થા કદાચ સરકારે ઊભી અક્રવી જોઈશે, કારણકે ખરચમાં સંકુચિત રહેવાનું હજુ ઘણાં વરસ સુધી રહેશે. કદાચ જેલનો ઉપયોગ આમાં થઈ જાય."

"સામાન્ય યોજના બનાવી શહેર અને જિલ્લામાં મોકલાવી જોઈશેમ, અને ત્યાંથી સગવડો છે અને કયો કાચો માલ સહેલે, સાવ મામૂલી કિંમતે મળે તે વિગતો મેળવી જોઈશે. શહેરોમાં તો ઘણી સગવડો મળશે. ગામડામાં શું થઈ શકે તેનો વિચાર મારા કરતાં વધુ માહિતી ધરાવનારાઓ કરશે."

"જે ગામમાં નિશાળ જેવું કાંઈ નથી ત્યાં તો એ ઘણી સુગમ વાત છે કે, કામ કરાવી શકે તેવી વ્યક્તિ પહેલેથી જ નીમવામાં આવે. ભણતર ભણાવે અને સાથે કામ કરાવે એ બંને ચીજો ભેગી થાય તોઇ ઘણું જ સારું."

"આપે પ્રથમ કહ્યું ત્યારે જે ઘણું મુશ્કેલ લાગતું હતું તેનો થોડોક વિચાર થતાં, ઉદ્યોગહુન્નર, બેકારી અને કેળવણી એ ત્રણ મોટા સવાલોનો એકસાથે નિવેડો સંગઠન કરીને કેમ થાય તે દેખાવા માંડ્યું છે. ગઈ ૧૮મીના हरिजनમાં एक अध्यापक નું લખાણ વાંચ્યા પછી એમ લાગે છે કે, કેળવણીમાં પણ वेस्टॅड इंटरस्ट (જામી ગયેલા સ્વાર્થો) જેવું કાંઈક છે, અને તે આપ કહો છો તેમ પ્રથમથી બંધાઈ ગયેલા ખોટા વિચારો છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે, પોપતા નળી પર બેસે છે નેપોતે તેને પકડી રાખે છે અને પછી કહે છે કે હું તો બંધાયેલો છું."

"ગરીબ દેશમાં કેળવણી અને ઉદ્યોગને છૂટાં પાડવા પોસાય નહીં, થોડાં કપડામાં અંગ ઢાંકવું રહ્યું, માટે જરાક વધુ તકલીઅફ્વાળો માર્ગ સ્વીકારવો જોઈએ. પરદેશી રાજ્યે તે તકલીફ લીધી નહીં. 'પૈસા ઓછા છે કેળવણી ઓછી આપો', એમ વિદેશી જ કહી શકે. મહાસભાના રાજ્યમાં જેનાથી જે બોજો ખમાય તેને ખમવો. વિધાર્થીઓ કેટાલો બોજો ખમી શકે તેની પાકી તપાસ થતાં દેખાશે કે, વ્યવસ્થા થઈ હોય તો ઘણો સારો ફાળો કેળવણીના ખરચામાં તેઓ આપે, અને ઊલટું મોટા થઈને પોતે રોજી મેળવે એવું પણ કંઈક શીખે."

ह૦ बं૦,૧૦-૧૦-'૩૭


['એક અધ્યાપકનો ટેકો' એ લેખ]

"બાળકને કંઈ પણ ઉપયોગી હાથઉદ્યોગ શાસ્ત્રીય અને સરકારી ઢબે શીકહ્વવો અને તેના શિક્ષણનો આરમ્ભ થાય તે ક્ષણથી જ એને કંઈક વસ્તુ પેદા કરતાં શીખવવું, એ આપની સૂચના સાથે હું સંમત છું, એટલું જ નહીં પન એનું આગ્રહપૂર્વક સમર્થન પણ કરું છું. આ ક્રાંતિકારક સૂચના છે એમાં શક નથી, પણ હું એમાં સોએ સો ટકા સંમત છું. નીતિ, સંસ્કાર, અને આર્થિક લાભની દૃષ્ટિએ એની કિંમત વ્યક્તોઇને તેમ જ રાષ્ટ્રને માટે પાર વિનાની છે. એથી શરીર શ્રમનું ગૌરવ સમજાશે, એટલું જ નહીં પણ સ્વાશ્રયની ભાવના કેળવાશે અને જીવનમાં સર્જનનું યોગ્ય સ્થાન શું છે એની બરાબર સમજ આવશે. બુધિ, શરીર, નીતિ અને ઉદ્યોગ એ બાબતમાં બાળકોની જરૂરિયાતો પૂરી પાડવી ને તેની શક્તિ વિકસાવવી એ આપણું ધ્યેય હોવું જોઈએ. ઉદ્યોગના શિક્ષણમાં બાળકને ઉત્પાદનની બધી ક્રિયાના સામાન્ય સિદ્ધાંતો શીખવાશે, અને તેની સાથે બાળક કે જુવાનને સર્વ ઉદ્યોગના સાદામાં સાદા ઓજારો વાપરવાનું વ્યવહારુ શિક્ષણ મળશે. આપનો આદર્શ એ હોવો જોઈએ કે, ઉછરતી પેઢીને ભણતરની સાથે સાથે જેમાં કંઈક સર્જનની જરૂર હોય એવું કામ શીખવવામાં આવે. એનો અર્થ એ છે કે, સામાન્ય કેળાવણીની સાથે શારીરિક કામને જોડાવામાં આવે અને એનું ધ્યેય એ છે કે, જેની સાથે શારીરિક કામનો મેળ સાધી શકાય એવી ઉદ્યોગની સર્વ શાખાઓનો સાધારણ ખ્યાલ બાળકને મળે. બૌદ્ધિક અને નૈતિક પ્રયાસની સાથે જોડેલો શારીરિક શ્રમ એને આપણી કેળવણીમાં પ્રધાનપદ હોવું જોઈએ. મગજ અને હાથપગના કામને વિખૂટાં ન પાડવા જોઈએ."

"આપણી પ્રાથમિક કેળાવણીની પદ્ધતિમાં આપણે આટલી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ :

૧. જન્મભાષા
૨. અંકગણિત
૩. પ્રાકૃતિઅક્ વિજ્ઞાન
૪. સમાજશાસ્ત્ર
૫. ભૂગોળ અને ઇતિહાસ
૬. અંગમહેનતનું અથવા હુન્નરઉદ્યોગ
૭. કસરત
૮. કળા અને સંગીત
૯. હિંદુસ્તાની"

"અહીં સવાલ એ જ ઊભો થાય છે કે, બાળકની કેળવણીની શરૂઆત કઈ ઉંમરે થવી જોઈએ? પાંચ કે છ વરસની ઉંમરે કેળવણી શરૂ થાય, તો એ ઉંમરે કંઈક ઉપયોગી હાથઉદ્યોગ શરૂઆત કરી શકાય ખરી ? એ શીખવવામાં જે ખર્ચ થાય તેનું શું ? એ અક્ષરજ્ઞાનના પ્રચાર કરતાં સહેલું ને ઓછું ખરચાળ નહીં થાય. હું આઠ કે દસ વરસની ઉંમરે હાથ ઉદ્યોગની શરૂઆત કરું, કેમ કે ઓજાર વાપરવામાં એને હાથની શક્તિ અને ધારણ જોઈએ જ. પણ પ્રાથમિક શિક્ષણની શરૂઆત તો ઓછામાં ઓછી પાંચ કે છ વરસની ઉંમરે થવી જોઈએ. બાળકને એથી વધારે રાહ જોવડાવી શકાય નહીં. આપણે બાળકને જે ઉદ્યોગનું શિક્ષણ આપવાનો વિચાર રાખીએ છીએ, તે ઉપરાંત મૅટ્રિક જેટલા ધોરને બાળકને લઈ જવા માટે આપણી પાસે દસ વરસનો અભ્યાસક્રમ હોવો જોઈએ. પણ આબાળકોએ પેદા કરેલી ચીજો - ખાસ કરીને નાના બાળકો -ની આર્થિક કિંમત વિષે મને શક છે ખરો. જ્યાં વેપારમાં કશા પ્રતિબંધો નથી અને જાતજાત્ની નિતનવી ફેશનો નીકળે છે એવા દેશમાં, વને વેળી એ ચીજો પણ ટકાઉ કે સફાઈદાર ન હોય એવે વકહ્તે એ વેચાઈ નહીં શકે. રાજ્ય જો એ ચીજો ખરીદી લે, અથવા તો કંઈક સેવા કે મદદ આપી તેના બદલામાં તે લે, તો એ ચીજોનું તે શું કરશે? રાજ્ય આમ કરે એના કરતાં તો કેળાવણી પર સીધી રીતે પૈસા ખરચે એ વધારે સારું, બેશક, મોટી ઉંમરના, દાખલા તરીકે બારથી સોળ વરસના, છોકરાઓએ બનાવેલી ચીજોની બજારમાં વેચી શકાય એવી બનાવી શકાય ખરી, અને તેથી એમાંથી ઠીકઠીક આવક કરી શકાય ખરી."

"હું તો અક્ષરજ્ઞાનના પ્રશ્નનો વિચાર જુદી રીતે કરૂં, અને એને માટે કર નાખવાની ને ખરચ કરવાની જરૂર પડે તો તે ખુશીથી કરું."

"ઉપયોગી હાથૌદ્યોગનો વિચાર પ્રાથમિક કેળાવણીનાં આગલા (અથવા માધ્યમિક) ધોરણોમાં થીક ઠીક વિકસાવી શકાય. ઓછામાં ઓછું અમુક અંશે એને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન તો કરવો જોઈએ; અને અનુભવ મળ્યા પછી, પેદા થયેલી ચીજોનીકિંમતને ધોરણે તેને બની શકે તો પૂરેપૂરી સ્વાવલંબી બનાવવી જોઈએ. મારા એક જોખમની સામે રક્ષણ કરવું પડશે; તે એ કે, શરીર, મન અને આત્માના સંસ્કારની કેળાવણી આર્થિક હેતુ અને નિશાળની આર્થિક વ્યવસ્થા આગળ છેક જ ગૌણ ન બની જાય."

"પ્રાથમિક કેળાવણીને અત્યારના મેટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ (અને, હું ઉમેરું કે હિંદુસ્તાની ઉમેરીએ) એટલા ધોરણે પહોંચાડવાની આપની સૂચના પણ મને કબૂલ છે. એનો અર્થ એ છે કે, આપ પ્રાથમિક કેળાવણીમાં માધ્યમિક કેળાવણીનો પણ સમાવેશ કરો છો. આપનો વિચાર નિશાળની કેળાવણીને, કહો કે દશ વરસનો, એક સમ્પૂર્ણ ઘટક બનાવવાનો છે. હું એમાં એટલું ઉમેરું કે; એ કેળાવણી સ્વભાવ દ્વારા જ અપાય ને બીજી કોઈ ભાષા દ્વારા નહીં, એથી બાળકનું મન સ્વતંત્ર થશે, એના મનમાં જ્ઞાન અને જીવનના પ્રશ્નો વિષે ઊંડો રસ પેદા થશે, અને બાળકમાં સર્જનની શક્તિ ને એની દૃષ્ટિ આવશે."

"હું કબૂલ કરું છું કે, મધ્યયુગમાં કેળાવણી મોટે ભાગે સ્વાવલંબી હતી; અને જો આપણી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા અને દૃષ્ટિ મધ્યયુગીન રહે તો કેળાવણીને સામાન્યપણે સ્વાવલંબી બનાવી શકાય ખરી. મધ્યયુગીન એટલે કે વર્ગ અને વર્ણની અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થાના જૂના ને સંકુચિત વિચારોને વળગી રહેનારી. પણ આજે જ્યારે આપણને લોકશાસન, રાષ્ટ્રવાદ અને સમાજવાદની કલ્પનાઓ વ્યાપી રહેલી છે, એવે વખતે કેળવણી સ્વાવલંબી નહીં બની શકે. સમાજમાં એકમાત્ર સંગઠિત અને શાસનબળ તથા સાધનસામગ્રીથી સંપન્ન એવી શક્તિ તે સરકાર જ છે. એટલે આ કામ એણે માથે જ લેવું જ રહ્યું. જૂના શક્તિના સમૂહો - નાત, વર્ગ, મહાજન, પાઠશાળા, ધર્મસંઘ - માં શક્તિ, શાસનબળ કે સાધનસામગ્રી રહ્યાં નથી, અને જૂતા જમાનામાં જે વિશાળ અર્થમાં એનું અસ્તિત્વ હતું એવું હવે રહ્યું નથી. સામાજિક શક્તિ બધી રાજકીય સમૂહ પાસે જતી રહી છે. અને હિંદુસ્તાનમાં પન રાજકીય શક્તિ એ જ આર્થિક અને સામાજિક શક્તિ બની ગઈ છે, એટલે બે આદર્શો - એક મધ્યયોગીન ને બીજો અર્વાચીન - જોડાજોડ નહીં ચાલે. ભૂતકાળમાં નહોતી સાર્વત્રિક કેળવણી, નહોતું લોકશાસનવાળું એકતંત્રી રાજ્ય, કે નહોતી રષ્ટ્રીય સમાનદર્શી દૃષ્ટિ."

"કેળવણીમાં જુવાનોની સેવા ફરજિયાત લેવી એ વિચાર હવે નવો નથી, પણ એ પ્રમાણે કરવા જેવું છે ખરું. મહાસભા અને તેના પ્રાંતિક પ્રધાનો તેમના અધિકારની રૂએ દેશના બુદ્ધિશાલી વર્ગને વિનંતિ કરી જુઓ; અને જેમને જનસમૂહની કેળવણી માટે દાઝ હોય એવા સહુ પ્રજામાં અક્ષરજ્ઞાન, સંસ્કાર અને શિક્ષણનો પ્રચાર કરવામાં સરકારની મદદે આવે એવી હાકલ એમને કરે, એથી જનસમૂહની સાથે નવી જ રીતનો સંપર્ક સધાશે - કેવલ આર્થિક કે રાજકીય વિષયનો જ સંબંધ નહીં રહે. પ્રજાની સામુદાયિક શક્તિ ને બુધિને જાગ્રત કરવી, સંગઠિત કરવી ને વ્યવસ્થિત કરવી, એ ઉચ્ચતર હેતુ પણ એથી સધાશે."

મેં સ્વાવલંબી પ્રાથમિક કેળવણી વિસે પહેલી વાર લખ્યું ત્યારે શિક્ષણક્ષેત્રના સાથીઓને તેમના અભિપ્રાયો મોકલી આપવાની વિનંતી કરી અહ્તી. સૌથી પ્રથમ અભિપ્રાયો મોકલનારમાં કાશી હિંદુ વિશ્વ વિદ્યાલયવાળા અધ્યાપક પુણતાંબેકર એક હતા. એમણે લાંબો, દલીલોથી ભરેલો જવાબ મોકલ્યો હતો. ઓઅણ જગાને અભાવે હું અત્યાર પહેલાં એ આ પત્રમાં આપી શક્યો ન હતો. ઉપર એમના અભિપ્રાયોનો સૌથી વધારે પ્રસ્તુત ભાગ આપ્યો છે. સમ્ક્ષેપને સારુ અક્ષરજ્ઞાન અને કૉલેજની કેળવણી વિસેના ભાગો કાઢી નાખ્યા છે. કેમ કે આ માસની ૨૨મી અને ૨૩મી તારીખે ભરનારી પરિષદમાં ચર્ચાનો મુખ્ય ઉદ્યોગ દ્વારા સ્વાવલંબી પ્રાથમિક કેળવણી એ રહેશી.

ह० बं०, ૨૪-૧૦-'૩૭