પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અંજલિ

| જીવનનું કોઈક વિશિષ્ટ દર્શનશાસ્ત્ર ખીલવવાનો અથવા કોઈક ખાસ માન્યતાઓ કે આદર્શોની એવી જ પદ્ધતિ રચવાનો આશય રાખી મહાત્મા ગાંધીએ પોતાનું જીવનકાર્ય આરંમ્પ નહોતું. સંભવ છે કે તેમની એવી વૃત્તિ જ નહોતી અને તેમને એટલો વખત પણ નહીં હોય. તેમને જોકે સત્ય અને અહિંસા વિષે દઢ શ્રદ્ધા હતી, અને પોતાના જીવનકાળ દરમિયાન પોતાની સામે જે જે સવાલો ખડા થયા તે બધાના ઉકેલને માટે તેમણે એ બે સિદ્ધાન્તોના વહેવારમાં કરેલા અમલમાં તેમની બધીયે શીખ ને ફિલસૂફી સમાઈ જાય છે. રાજકીય, સામાજિક, ધાર્મિક, ખેતીવાડી અગર જમીનને લગતો, મજૂરો અગર ઉદ્યોગોને લગતો અથવા બીજો કોઈ એવો સવાલ ભાગ્યે જ હશે કે જે તેમની પ્રવૃત્તિના ક્ષેત્રમાં સમાયો નહીં હોય અને જે સિદ્ધાન્તોને પોતે પાયાના તેમ જ મુળભૂત માન્યા હતા તેમના ચોકઠામાં રહીને જેમના ઉકેલનો તેમણે પોતાની રીતે પ્રયત્ન કર્યો નહીં હોય. આહાર, પહેરવેશ, રોજબરોજનાં કામકાજ વગેરે વ્યક્તિગત જીવનની ઝીણી ઝીણી વિગતોથી માંડીને તે છેક જેને છેડવાની કે તોડવાની વાત સરખી ન થઈ શકે એવા જ નહીં પણ ધર્મની દૃષ્ટિથી અત્યંત પવિત્ર મનાતા જ્ઞાતિવ્યવરથી અને અસ્પૃશ્યતા જેવા સૈકાઓથી જીવનવ્યવસ્થાના અંગભૂત બનેલા મોટા મોટા સામાજિક સવાલો સુધીનું હિંદના જીવનનું એક પણ પાસું એવું ભાગ્યે જ હશે કે જેના પર તેમણે પોતાના આદર્શ મુજબની અસર પાડી નહીં હોય કે જેને તેમણે ઘાટ આપ્યો નહીં હોય. - તેમના વિચારો તેમ જ ખ્યાલો ચેકાવી મૂકે તેટલી હદ સુધી નવા લાગતા; પરંપરા અથવા ચાલુ રૂઢિ તેમાં આડે આવતાં નહીં. તેવી જ રીતે નાનામોટા સવાલોનો ઉકેલ કાઢવાની તેમની રીત તદ્દન નવી માલૂમ પડતી, દેખાવમાં તે જરાયે પ્રતીતિકર લાગતી નહીં ને છતાં આખરે સફળ નીવડતી. દેખીતી રીતે સ્વભાવથી જ તેઓ હું કહું તે જ પૂર્વ દિશા એ જુલમી મમત રાખનારા નહોતા. નવા નવા પ્રયોગોમાંથી મળતા અનુભવના નવા નવા જ્ઞાનથી તેઓ અળગા રહી શકતા જ નહીં. વળી, તે જ કારણસર ઉપરછલ્લી સુસંગતતાનો મમત પણ તેમનામાં નહોતો. હકીકતમાં, ગાંધીજીના વિરોધીઓને અને કેટલીક વાર તો તેમના અનુયાયીઓને પણ તેમનાં કાર્યોમાં વિસંગતતા દેખાતી. સામાની વાત સમજવાને તેઓ એટલા તત્પર રહેતા અને તેમનામાં એવી અસાધારણ મોટી નૈતિક હિમત હતી કે પોતાનું કોઈ એક કામ ખામીવાળું લાગતાંની ખાતરી થતાંવેત પોતાની વાતને સુધારી લેતાં તેઓ કદી ખચકાતા નહીં અને પોતાની ભૂલ હતી એવું જાહેર રીતે સ્વીકારવામાં પાછા પડતા નહીં. પોતે કરેલા નિર્ણયો અને ઉપાડેલાં કામોની નિષ્પક્ષ તેમ જ વસ્તુલક્ષી આલોચના કરતા તેમને આપણે ઘણી વાર જોઈએ છીએ. એટલે, તેમનાં કામોથી ઘણી વાર તેમના પ્રશંસકો ગૂંચવણમાં પડી જતા દેખાતા અને તેમના ટીકાકારો મૂંઝાઈ જતા તેમાં નવાઈ પામવા જેવું નથી. | આવા પુરુષની સાચી સમજ મેળવવાને માટે તેની એકંદર શીખ અને તેના જીવનની ઘટનાઓને સમગ્રપણે એકત્રિત જોવાનું જરૂરી છે. તેના જીવનની કથાનો બાહ્ય રૂપરેખા પૂરતો અથવા તૂટક અભ્યાસ સરવાળે ગેરરસ્તે દોરનારો બન્યા વગર નહીં રહે. એનાથી તે મહાપુરુષ વિષેની અને વાચકની પોતાની સમજ પણ અધૂરી રહે. આવા મોટા પાયા પર ગાંધીજીનાં Gandhi Heri portal