પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
ગાંધીજીનો અક્ષરદેહ
૧૮
લંડન ડાયરીમાંથી

________________

લખાણીના સંગ્રહને કામ ઉપાડવાનું મૂળ કારણ આ છે. એ સંગ્રહનાં પચાસથી વધારે પુસ્તકો થશે એવું મને જણાવવામાં આવ્યું છે. અને એનું પ્રયોજન મહાત્મા ગાંધીની ખુદ આ ખાસિયતમાં રહેલું છે. - આ ગ્રંથ કોણી પ્રસિદ્ધ કરવાનું કામ ઉપાડી હિંદ સરકારના માહિતી અને રેડિયો ખાતાએ મહાત્મા ગાંધીના, તેમની શીખના, તેમની માન્યતાઓના અને તેમના જીવનદર્શનના અભ્યાસ માટેનો ખૂબ જ મહત્ત્વનો આધાર પૂરો પાડ્યો છે. મહાત્મા ગાંધીએ જે કરવાની કોશિશ સરખી નથી કરી તે હવે અભ્યાસકોએ અને વિચારકોએ કરવાનું રહે છે. આ રીતે એકત્ર કરીને મેળવી આપવામાં આવેલી સામગ્રીમાંથી એ બધા જાણે કે વ્યવસ્થિત નિબંધરૂપે તેમની જીવનની ફિલસૂફી, તેમની શીખ, તેમના ખ્યાલો ને કાર્યક્રમો, અને જીવનમાં ઊભા થતા અસંખ્ય સવાલો વિષેના તેમના વિચારો તર્કશુદ્ધ અને તાત્ત્વિક રીતે જુદા જુદા વિષયવાર વર્ગીકરણ કરી રજૂ કરી શકશે. એમની એકંદર વિચારની તેમ જ કાર્યની યોજનામાં નાનીમોટી અનેક બાબતોને, આખી દુનિયાને માટે મહત્ત્વના એવા સવાલોથી માંડીને વ્યક્તિના અંગત જીવનને લગતા મર્યાદિત સવાલોને સ્થાન રહેતું હતું. પોતાના લગભગ આખા જીવન દરમિયાન તેમને વ્યાપક રાજદ્વારી મુદ્દાઓ સાથે કામ પાડવું પડયું હતું, છતાં તેમનાં લખાણોનો ઘણો મોટો ભાગ સામાજિક, ધામિક, કેળવણીના, આર્થિક અને ભાષાઓના સવાલોને લગતો છે. ( પત્રવહેવારમાં તેઓ બહુ નિયમિત હતા. વિચાર કરી જવાબ આપવાને લાયક એક પણ પત્ર એવો ભાગ્યે જ હશે જેનો તેમણે જાતે જવાબ આપ્યો નહીં હોય. પોતાના અંગત અને ખાનગી સવાલોને લગતા કાગળ અનેક માણસો તેમને લખતા; તેમના પત્રવહેવારનો ઘણો મોટો ભાગ આવા પત્રોનો રહેતો અને તે બધાના તેમણે આપેલા જવાબોમાંથી એવી જ જાતના સવાલોથી મૂંઝાતા લોકોને કીમતી દોરવણી મળે છે. પોતાના જીવનના મોટા ગાળા દરમિયાન તેમણે શૉર્ટહેન્ડ લખનાર અથવા ટાઇપિસ્ટની મદદ લીધી નથી, પોતાને જે કંઈ લખવાની જરૂર પડતી તે તેઓ પોતાને હાથે જ લખતા અને એવી જાતની મદદ લીધા વગર ચાલે નહીં એવી સ્થિતિમાં પણ તેમણે ઘણું લખાણ પોતાને હાથે લખવાનું ચાલુ રાખ્યું. એવા પ્રસંગો પણ આવ્યા હતા જ્યારે આંગળાં અને હાથ અકડાઈ જવાથી તેમનાથી જમણે હાથે લખવાનું બનતું નહીં અને જીવનમાં કંઈક મોડેથી તેમણે ડાબે હાથે લખવાની આવડત કેળવી હતી. કાંતવાના કામમાં પણ તેમણે એવું જ કર્યું હતું. તેમની આ રીતે લખવાની પ્રવૃત્તિ મોટે ભાગે ખાનગી પત્રવહેવારને અંગે થતી અને સામાન્ય માણસના રોજિંદા જીવનના ખાસ સવાલોને લગતી તેમની એ જાતના પત્રવહેવારમાં અપાયેલી સલાહ તેમની એકંદર શીખનો મહત્ત્વનો ભાગ છે. | જીવનને સમગ્રપણે જેનાર અને માનવજાતની સેવા કાજે પોતાનું જીવન સમર્પણ કરનાર કોઈ પુરુષ થઈ ગયો હોય તો અવશ્ય તે ગાંધીજી હતા. તેમના વિચારના એકંદર ઘાટને દ્ધા તેમ જ સેવાના ઊંચા આદર્શોમાંથી પોષણ મળતું હતું તો તેમનાં કાર્યો તેમ જ તેમની પ્રત્યક્ષ શીખ પર હમેશ નીતિ તેમ જ મુખ્યપણે વહેવારુપણાની વિચારણાની અસર રહેતી હતી. જાહેર સેવા કરનાર આગેવાન તરીકેની લગભગ સાઠ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તાત્કાલિક ગમે તેમ કામ પાર પાડવાની વાતની પોતાના વિચારો પર તેમણે અસર થવા દીધી નથી. બીજી રીતે કહીએ તો સારા હેતુઓ પાર પાડવાને તેમણે ખોટાં સાધનો વાપરવાની છૂટ કદી લીધી નથી, સાધનોની પસંદગીની બાબતમાં તેમની કાળજી તેમ જ ચીવટ એવાં હતાં કે ધ્યેયની સિદ્ધિની Gandhi Heritage Portal