પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
ગાંધીજીનો અક્ષરદેહ
૫૪
લંડન ડાયરીમાંથી

________________

ગાંધીજીનો અક્ષરદેહ એ જંતુઓ હશે. આવા વિચારોમાં આકાશ તરફ નજર જતાં હું તરત સમજ્યો કે એ બધું બીજું કંઈ નથી પણ પાણીમાં પડેલાં તારાઓનાં પ્રતિબિંબ છે. મને મારી મૂર્ખાઈ પર હસવું આવ્યું. તારાઓના આ પડછાયા આપણને આતશબાજીનો ખ્યાલ આપે છે. કેમ જાણે આપણે બંગલાના માળ પર ઊભા ઊભા આપણી સામે આતશબાજી ઊડતી ને જોતા હોઈએ ! હું ઘણી વાર એ દૃશ્યની મજા ભોગવતો. - કેટલાક દિવસ સુધી મારી સાથેવાળા કોઈ મુસાફર સાથે મારે કશી વાત થઈ નહોતી. રોજ સવારે હું આઠ વાગ્યે ઊઠતો, દાંત સાફ કરી જાજરૂ જતો અને પછી નાહી લેતો. અંગ્રેજી જાજરૂઓમાંની વ્યવસ્થાથી દેશી મુસાફરોને અચરજ થતું. તેમાં આપણને પાણી આપવામાં આવતું નથી ને કાગળના કકડા વાપરવા પડે છે. | પાંચેક દિવસની દરિયાની સફર ભોગવી અમે એડન પહોંચ્યા. એ દિવસોમાં જરા સરખી જમીન કે કોઈ ડુંગર અમારા જોવામાં ન આવ્યાં. મુસાફરીમાં કાયમ એકધારે પાણી જોઈ કે અમે કંટાળી ગયા હતા અને તેથી જમીનનું દર્શન કરવાને ઝંખતા હતા. આખરે છઠ્ઠા દિવસની સવારે અમને જમીન જોવાની મળી. બધા આનંદમાં ને ઉત્સાહમાં આવી ગયા. સવારના અગિયાર વાગ્યાને સુમારે અમે એડનના બારામાં લાંગર નાખ્યું. ત્યાં થોડા છોકરા નાની નાની હોડીમાં આવ્યા. એ બધા પાવરધા તરવૈયા હતા. કેટલાક યુરોપિયનોએ પાણીમાં થોડા સિક્કા નાખ્યા. છોકરા પાણીમાં ઊંડે સુધી જઈ તે શોધી લાવતા. મને થયું હું પણ આવું કરી શકું તો કેવું ! એ દેખાવ મજાનો હતો. એક કલાક આ દેખાવની મોજ કરી લઈ અમે એડન જોવા ગયા. અહીં મારે જણાવી દેવું જોઈએ કે અમે માત્ર છોકરાઓને પાણીમાંથી સિક્કા શોધી લાવતા જોયા હતા; અમારામાંથી કોઈએ એક પણ પાઈ પાણીમાં નાખી નહોતી. આ દિવસથી વિલાયતમાં ખરચી કેવો થશે તેનો અમને અનુભવ થવા લાગ્યો. અમે ત્રણ જણ હતા ને અમારે હોડીના ભાડાના બે રૂપિયા આપવા પડ્યા. બોટથી કિનારો ભાગ્યે જ એક માઈલ આદ્યો હશે ! કાંઠે અમે પંદર મિનિટમાં પહોંચી ગયા. પછી અમે ગાડી ભાડે કરી. પાણીની ટાંકી અને તેની વ્યવસ્થા જોવા જવા અમે માગતા હતા કારણ કે એડનમાં જોવા જેવી જગ્યા એટલી જ હતી. પણ દુર્ભાગ્યે વખત પૂરી થઈ જવાથી અમારાથી ત્યાં ન જવાયું. અમે એડનની લશ્કરી છાવણી જોઈ આવ્યા. લત્તો સારો હતો; મકાનો સારાં હતાં. એ ઘણીખરી દુકાનો હતી. મકાનોની રચના ઘણીખરી રાજકોટમાં આવેલા બંગલાઓના જેવી અને ખાસ કરીને પોલિટિકલ એજન્ટના નવા બંધાયેલા બંગલા જેવી હતી. ત્યાં કોઈ કુવો કે મીઠા પાણીનું સ્થળ અમને જોવાનું ન મળ્યું. મને ડર છે કે કદાચ તળાવમાં જ મીઠું પાણી હશે. સૂરજનો તાપ અતિશય પડતો હતો. હું પરસેવાથી રેબઝેબ થઈ ગયો. રાતા સમુદ્રથી અમે બહુ દૂર નહોતા તે આનું કારણ હતું. વધારે અચંબો તો એ થયો કે એક ઝાડ અગર લીલો છોડ મને જોવાનો ન મળ્યો. માણસો ગધેડા પર કે ખચ્ચર પર સવારી કરી ફરતા. અમને પણ બેસવાને જોઈએ તો ખીર ભાડે મળે એમ હતું. છાવણી એક ટેકરી પર આવેલી છે. પાછા ફરતી વખતે હોડીવાળાએ અમને માહિતી આપી કે ઉપર મેં જે છોકરાઓની વાત લખી છે. તેમને કેટલીક વાર ઈજા થાય છે. દરિયાનાં જાનવરો કોઈકના પગ તો કોઈકના હાથ કરડી ખાય છે. અને છતાં એ છોકરાઓમાંનો એકેએક આપણી તો બેસવાની. હિમત પણ ન ચાલે તેવી પોતાની નાનકડી હોડીમાં બેઠો હતો કેમ કે તે બધા બહુ ગરીબ હતા. ગાડીના ભાડાનો અમારે દરેકે એક એક રૂપિયો આપવો પડયો. બપોરે બાર વાગ્યે લંગર ઊપડયું અને અમે એડન છોડયું. પણ એ દિવસ પછી જમીન અમારી નજરે બહાર ગઈ નહીં. Gandhi Heritage Portal