પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન ૫ મંજૂરી મેળવ્યા વિના ગવર્નર સંમતિ આપી શકે નહીં. વર્ગ વર્ગ વચ્ચે ભેદ પાડવાનો જેમનો હેતુ છે તેવાં બિલ, મતાધિકાર બિલ અગર વસાહતી બિલ આમાં આવી જાય છે. આ રીતે નામદાર સમ્રાજ્ઞીની દરમિયાનગીરી સીધી તેમ જ ચોક્કસ સ્વરૂપની છે. એ ખરું છે કે સંસ્થાનની સરકારોએ પસાર કરેલા કાયદામાં માથું મારવા ઇંગ્લંડની સરકાર બહુ તૈયાર હોતી નથી, છતાં એવા પણ દાખલા છે જ્યારે અત્યાર કરતાં ઓછી અગત્યના પ્રસંગોએ તે દૃઢતાથી કામ લેતાં અચકાઈ નથી. આપને ખબર છે કે પ્રથમ મતાધિકાર બિલ રદ થયું તેનું કારણ આવી શુભ દરમિયાનગીરી જ હતી. વિશેષ તો એ છે કે સાંસ્થાનિકો હંમેશાં એ દરમિયાનગીરીથી બીતા આવ્યા છે. અને ઇંગ્લંડમાં પ્રગટ થયેલી સહાનુભૂતિને પરિણામે તથા થોડા માસ ઉપર મિ. ચેમ્બરલેનની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળને એમણે આપેલા સહાનુભૂતિભર્યા જવાબને પરિણામે, દક્ષિણ આફ્રિકાનાં, કંઈ નહીં તો નાતાલનાં, વર્તમાનપત્રોએ પોતાનું વલણ બદલ્યું છે. ટ્રાન્સવાલની બાબતમાં તો, લંડનની સંધિ મોજૂદ છે. ઑરેન્જ ફ઼ી સ્ટેટ સંબંધમાં હું એટલું જ કહી શકું કે એક મિત્ર રાજ્ય નામદાર સમ્રાજ્ઞીની પ્રજાના કોઈ ભાગ સામે પોતાનાં બારણાં બંધ કરે એ મૈત્રી વિરોધી કાર્ય છે. આમ હોવાથી હું નમ્રપણે ધારું છું કે તેવાં કાર્યને અસરકારક રીતે રોકી શકાય. લંડન ટાફમ્સ પત્રના, સામાન્ય રીતે સમગ્ર પ્રશ્નને લગતા તેમ જ દરમિયાનગીરીના પ્રશ્નને લગતા લેખોમાંથી થોડાક ફકરા ટાંકું તો તે અસ્થાને નહીં ગણાય : આખા પ્રશ્નનો સાર છે: સમ્રાજ્ઞીની હિંદી રૈયત પ્રત્યે કોઈ મિત્ર સરકાર હલકી તથા બહિષ્કૃત જાતિ તરીકે વર્તશે? કે પછી બીજી બ્રિટિશ રૈયત ભોગવે છે તે જ અધિકાર અને દરજ્જો એને પણ આપવામાં આવશે? મુંબઈ ઇલાકાની ધારાસભાના સભ્યો થઈ શકે એવા અગ્રણી મુસલમાન વેપારીઓ શું દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકમાં માનહાનિ અને અત્યાચારને પાત્ર થવાના છે. આપણી હિંદી યતને આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે તમારા દેશના આર્થિક ભવિષ્યનો આધાર તમારી હિંદ બહાર પથરાવાની અને તમારા વિદેશો સાથેના વેપારનો વિકાસ કરવાની તમારી શકિત' પર આધાર રાખે છે. પણ તાજને આધીન બીજા દરેક દેશના પ્રજાજનોને જે રક્ષણની બાંયધરી છે તે તેમને આપવામાં આપણી હિંદ સરકાર નિષ્ફળ નીવડે તો પછી તે લોકોને શો જવાબ આપી શકે? હિંદનો કિનારો છોડે તે જ પળે આપણા હિંદી પ્રજાજનો જો બ્રિટિશ પ્રજાજન તરીકેના પોતાના હક ખોઈ બેસતા હોય અને જો પરદેશી સરકારો એમને સ્થાનભ્રષ્ટ અને બહિષ્કૃત જાતિ ગણી શકતી હોય, તો આપણા હિંદી નાગરિક બંધુઓને વિદેશો સાથે વેપાર ખેડવાની સલાહ આપવી એ ઉપહાસ માત્ર છે. બીજા લેખમાં એ પત્ર કહે છે:. આ સવાલ તો સદ્ભાવનાનો અને “મૈત્રીભરી વાટાઘાટ” માટે લાગવગનો ઉપયોગ કરવાનો છે. મિ. ચેમ્બરલેને એવી વાટાઘાટોની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે, જોકે તેમણે પ્રતિનિધિમંડળને ચેતવણી આપી હતી તેમ તે કામ કંટાળાભરેલું હશે, અને સરળ તો નહીં જ હોય. કેપ અને નાતાલ બાબત તો આ સવાલ અમુક અંશે સાદો છે, કેમ કે સંસ્થાન ખાતું તેમની સાથે વધારે અધિકારથી વાત કરી શકે.