પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૮૬ ગાંધીજીનો અક્ષરદેહ આ પ્રસંગ સરકારી રાહે જવાબ આપી શકાય તેના કરતાં વધારે વ્યાપક પ્રશ્નો ઊભા કરે છે. આપણે જગદ્વ્યાપી સામ્રાજ્યના કેન્દ્રસ્થાને છીએ, ને તે એવે સમયે કે જ્યારે મુસાફરી કરવાનું સમય તથા ખર્ચ બંનેની દૃષ્ટિએ, સહેલું છે તે રોજરોજ વધારે સહેલું થતું જાય છે. સામ્રાજ્યના કેટલાક ભાગ ગીચ વસ્તીવાળા છે, બીજા કેટલાક ભાગ પ્રમાણમાં ખાલી છે, અને ગીચ વસ્તીવાળા ભાગોમાંથી લોકોનો પ્રવાહ આછી વસ્તીવાળા ભાગો તરફ સતત વહેતો રહે છે. આપણા કરતાં, અગર અમુક સ્થળના લોકો કરતાં, રંગ, ધર્મ અને રહેણીકરણીમાં ભિન્ન લોકો તે સ્થળમાં પોતાની આજીવિકા કમાવા માટે આવે ત્યારે શું થાય ? જાતિદ્વેષને અને વેરભાવને, વેપારની ઈર્ષાને તથા હરીફાઈના ભયને અંકુશમાં કેવી રીતે રાખી શકાશે? અલબત્ત આનો જવાબ એ જ હોય કે સંસ્થાન ખાતાની કચેરીની બુદ્ધિપૂર્વક ઘડેલી નીતિ વડે. હિંદીઓની જરૂરિયાતો ઓછી હોવા છતાં હિંદની વસ્તી એવી સ્થિર ગતિએ વધે છે કે અમુક વિદેશગમન અનિવાર્ય છે અને એ વિદેશગમન એવું છે જે વધતું જ રહેશે. આપણા આફ્રિકાવાસી ગોરા નાગરિક બંધુઓ એટલું સમજી લે એ ઇચ્છનીય છે કે હિંદ- માંથી વસ્તીનો આ પ્રવાહ ચાલુ રહેવાની સંભાવના છે. બ્રિટિશ હિંદીઓને કેપ સંસ્થાનમાં આવીને પોતાની આજીવિકા કમાવાનો પૂરો અધિકાર છે અને એ ત્યાં આવે ત્યારે તેની સાથે આખા સામ્રાજ્યના સામાન્ય હિતની દૃષ્ટિએ સારો વર્તાવ રખાવો જોઈએ. ખરેખર એટલો ભય તો રહેવાનો જ કે સામાન્ય સાંસ્થાનિક, ભલે એ ગમે ત્યાં વસેલો હોય, પોતાને રક્ષણ આપનાર સામ્રાજ્યનાં હિતો કરતાં પોતાનાં તાત્કાલિક હિતોનો વિચાર વધારે કરે છે અને હિંદુ કે પારસીને પોતાના નાગરિક બંધુ તરીકે સ્વીકારતાં અને થોડીક મુશ્કેલી લાગે છે. સંસ્થાન કચેરીની ફરજ, તેને સમજાવવાની અને ગમે તે વર્ણની ચામડીવાળી બ્રિટિશ રૈયતને ન્યાયી વર્તાવ મળે, એવી વ્યવસ્થા કરવાની છે. વળી, હિંદમાં અંગ્રેજો, હિંદુઓ અને મુસલમાનો સમક્ષ એવો પ્રશ્ન આવીને ઊભો છે કે ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી તે નવી ઔદ્યોગિક પ્રવૃત્તિ- ઓનો આરંભ થતાં હિંદી વેપારીઓ અને મજૂરોને કાયદાની નજરમાં બીજી બધી બ્રિટિશ રૈયત ભોગવે છે તે દરજ્જો મળશે કે નહીં? તેઓ એક બ્રિટિશ સંસ્થાનમાંથી બીજામાં છૂટથી જઈ શકશે કે નહીં અને મિત્ર રાજ્યોમાં બ્રિટિશ રૈયતના અધિકારોનો દાવો કરી શકશે કે નહીં? કે પછી એમને બહિષ્કૃત જાતિઓ ગણીને તેમની સામાન્ય કામધંધા અંગેની અવરજવર પર પરવાના અને પાસની પહિત લાદવામાં આવશે, તથા, ટ્રાન્સવાલ સરકાર ઇચ્છે છે તેમ, તેમનાં વેપારનાં કાયમી કેન્દ્રોમાં તેમને લોકેશન જેવાં અલગ સ્થાનોમાં મોકલી દેવામાં આવશે? આ સવાલો હિંદી સામ્રાજ્યની સરહદ બહાર આવીને પોતાની આર્થિક હાલત સુધારવા ઇચ્છતા સૌ હિંદીઓને સ્પર્શે છે. મિ. ચેમ્બરલેનના શબ્દોથી તથા હિંદી વર્તમાનપત્રોના દરેક વર્ષે ધારણ કરેલા દૃઢ વલણથી જણાય છે કે આવા પ્રશ્નોનો જવાબ માત્ર એક જ હોઈ શકે. એ જ વર્તમાનપત્રમાંથી એક વધારે ફકરો ટાંકવાની છૂટ હું લઈ : મિ. ચેમ્બરલેનને માથે જે પ્રશ્નનો ઉકેલ કાઢવાનું આવ્યું તે સહેલાઈથી નિશ્ચિત શબ્દોમાં ઘટાવી શકાય એવો નથી. એક તરફ એમણે વિદેશી રાજ્યોમાં ફરિયાદો દૂર કરવાની