પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્રીમાન તંત્રીજી fથ વુિં મદ્રાસ સાહેબ, ૧૦. આભારનો સંદેશો [મૂળ અંગ્રેજી] fધf૬, ૨૮-૧૦–૧૮૯૬ દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓના કષ્ટનિવારણ માટે ઉપાડેલા કાર્યને ટંકો આપવા મદ્રાસની જનતા ગઈ સાંજે ખૂબ સરસ રીતે ભેગી થઈ હતી, તે માટે હું એનો આભાર ન માનું તો નગુણો કહેવાઉં. ખરું જોતાં સભાને ભારે સફળતા મળે તે માટે બધા એકબીજા સાથે સ્પર્ધા કરતા જણાતા હતા. અને એવી સફળતા મળી એ સ્પષ્ટ છે. ચળવળને આપે સહૃદય ટેકો આપ્યો તેને માટે હું આપનો આભાર માનું છું. એ કદાચ એમ બતાવી આપે છે કે અમારું કાર્ય સંપૂર્ણ સચ્ચાઈભર્યું છે ને અમારી ફરિયાદો વજૂદવાળી છે. હું મદ્રાસ મહાજન સભાના વિનય- શીલ મંત્રીઓનો ખાસ ઉપકાર માનું છું, જેમણે સભાની વ્યવસ્થા કરવામાં પૂરેપૂરા ઉત્સાહથી મહેનત કરી અને અમારા કાર્યને પોતાનું બનાવી દીધું. હું આશા રાખું છું કે અત્યાર સુધી જે સહાનુભૂતિ અને ટેકો મળ્યાં છે તે ચાલુ રહેશે અને ન્યાય મેળવવામાં અમને લાંબો સમય નહીં લાગે, આપને અને જનતાને હું ખાતરી આપવા માગું છું કે ગઈ રાતની સભાના સમાચાર જ્યારે દક્ષિણ આફ્રિકા પહોંચશે ત્યારે ત્યાંના હિંદીઓનાં હૃદય આનંદ, ઉલ્લાસ અને આભારની લાગણીથી ઊભરાશે. આવી સભાઓ અમારા માથા ઉપર ઘેરાયેલાં દુ:ખનાં વાદળની રૂપેરી કિનારી બની રહેશે. ગઈ રાતે ઘણું મોડું થઈ ગયું હોવાથી હું ઉપરની લાગણી દર્શાવી શકયા નહોતો, એટલે આ પત્ર લખું છું. ચોપાનિયાની નકલો લેવા માટે જે પડાપડી થઈ હતી તે હું સહેજે ભૂલીશ નહીં. એની બીજી આવૃત્તિ પ્રગટ કરવા તજવીજ કરું છું ને નકલો તૈયાર થશે કે તરત મહાજન સભાના સેવાભાવી મંત્રીઓ પાસેથી તે મળી શકશે. મદ્રાસ, ઑકટોબર ૨૭, ૧૮૯૬ ૧. લીલા ચોપાનિયાની પ્રથમ આવૃત્તિ. મો. ક. ગાંધી