પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૧. એફ. એસ. તાલેયારખાનને પત્ર ગ્રેટ ઈસ્ટર્ન હોટેલ, કલકત્તા, નવેમ્બર ૫, ૧૮૯૬ પ્રિય તાલેયારખાન, તમારો છેલ્લો પત્ર સરનામું ફેરવીને મને અહીં પહોંચાડવામાં આવ્યો છે. મદ્રાસથી પત્ર લખીને મેં મારું કલકત્તાનું સરનામું તમને જણાવ્યું હતું, તેમ જ અહીં પહોંચ્યા બાદ પત્ર લખ્યો છે. આશા છે કે બંને પત્રો તમને પહોંચ્યા હશે. નાતાલ જવામાં તમારે આર્થિક ત્યાગ કરવો પડશે એ તદ્ન સાચું છે, પણ મને ખાતરી આ કાર્ય એ ત્યાગને યોગ્ય છે. છે કે હું કુરબૅન્ડ સ્ટીમર પકડવાનો પ્રયત્ન કરીશ. ચાલુ માસની વીસમી પહેલાં ઊપડવાની ધારણા છે. ત્યાર સુધીમાં તમે તૈયાર થઈ રહેશો એવું હું ઇચ્છું છું. નાતાલનો નવો મતાધિકાર કાયદો તમે વિચારી જોો? અને જો મુંબઈના મુખ્ય ધારા- શાસ્ત્રીઓ કશી ફી લીધા વિના અભિપ્રાય આપે તો તે મેળવી લેશો? મતાધિકાર બાબતના વિનંતીપત્રમાં એ બિલનો મૂળ પાઠ મળશે અને ચોપાનિયામાં એને વિશે એક કાનૂની અભિપ્રાય પણ છે. અહીંથી મેળવેલો કોઈ પણ અભિપ્રાય નાતાલમાં આપણને બહુ ઉપયોગી નીવડશે. શુક્રવાર પછી એકાદ અઠવાડિયામાં અહીં સભા થશે એવું હું માનું છું. એ વિશે છેવટનો નિર્ણય આવતી કાલે થશે. [મૂળ અંગ્રેજી] મૂળ પત્રની નકલ: આર. એફ. એસ. તાલયારખાનના સૌજન્યથી. તમારો, સાચો મો. ક. ગાંધી