પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
 

દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ લંડનનું ટામ્ત પત્ર નીચે પ્રમાણે કહે છે: હિંદમાં અંગ્રેજો, હિંદુઓ અને મુસલમાનો સમક્ષ આ પ્રશ્ન આવીને ઊભો છે. ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી, તે નવી ઔદ્યોગિક પ્રવૃત્તિ- ઓનો આરંભ થતાં હિંદી વેપારીઓ અને મજૂરોને કાયદાની નજરમાં બીજી બ્રિટિશ રૈયત ભોગવે છે તે દરજ્જો મળશે કે નહીં? તેઓ એક બ્રિટિશ સંસ્થાનમાંથી બીજામાં છૂટથી જઈ શકશે કે નહીં અને મિત્ર રાજ્યોમાં બ્રિટિશ રૈયતના અધિકારોનો દાવો કરી શકશે કે નહીં? કે પછી એમને બહિષ્કૃત જાતિઓ ગણીને તેમની સામાન્ય કામધંધા અંગેની અવરજવર પર પરવાના અને પાસની પતિ લાદવામાં આવશે, તથા ટ્રાન્સવાલ સરકાર ઇચ્છે છે તેમ, તેમનાં વેપારનાં કાયમનાં કેન્દ્રો આગળ તેમને લોકેશન જેવાં અલગ સ્થાનોમાં બંધ કરવાના છે? આ સવાલો હિંદ સામ્રાજ્યની સરહદ બહાર આવીને પોતાની આર્થિક હાલત સુધારવા ઇચ્છતા સૌ હિંદીઓને સ્પર્શે છે. મિ. ચેમ્બરલેનના શબ્દોથી તથા હિંદી વર્તમાનપત્રોના દરેક વર્ષે ધારણ કરેલા દૃઢ વલણથી જણાય છે કે આવા પ્રશ્નોનો જવાબ માત્ર એક જ હોઈ શકે. ૯૩ એટલે એ વાત સ્પષ્ટ છે કે આ સવાલ માત્ર દક્ષિણ આફ્રિકામાં હાલ વસતા હિંદીઓને જ નહીં પણ હિંદ બહાર નસીબ અજમાવવા ઇચ્છતા હોય સૌને અસર કરનારો છે, અને આ પ્રશ્નનો જવાબ પણ એક જ હોઈ શકે, એ પણ સ્પષ્ટ છે. હું આશા રાખું છું કે જવાબ માત્ર એક જ હશે. એ દેશમાં હિંદીઓ પર જે નિયંત્રણો લાદવામાં આવે છે તેનો જે હિંદમાં વસતા અંગ્રેજોના અને હિંદીઓના સઘળા સંઘો વિરોધ કરે, અને જો હિંદના દરેક અગત્યના શહેરમાં સભાઓ ભરીને આ ગેરવર્તાવ પ્રત્યે નાપસંદગી દર્શાવવામાં આવે તો વધારે પડતું નહીં કહેવાય. અહીંની જનતાને એ જાણવાની જરૂર છે દક્ષિણ આફ્રિકામાં સરકારો શી પ્રવૃત્તિઓ કરી રહી છે અને પોતાના દૃષ્ટિબિંદુથી એ પ્રશ્નો સફળ રીતે હલ કરવા માટે ઇંગ્લંડની સંસ્થાન ખાતાની કચેરી પર કેવું દબાણ લાવી રહી છે. આખા દેશમાં જાહેર સભાઓ ભરીને ‘કુલી’ લોકનો પ્રવેશ બંધ કરવા માટે સરકાર પાસે માગણી કરવામાં આવે છે. જુદાં જુદાં શહેરોના મેયરો અધિવેશન ભરીને એશિયાઈઓના આગમન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરે છે. કેપ સંસ્થાનના વડા પ્રધાન, સર ગૉર્ડન સ્પ્રિંગ, આ બાબત સંસ્થાન ખાતાની કચેરી સાથે પત્ર- વ્યવહાર ચલાવે છે અને સંતોષકારક પરિણામની આશા સેવે છે. નાતાલના એક આગળ પડતા રાજપુરુષ મિ. મેડન પોતાના શ્રોતાગણોને કહ્યા કરે છે કે ઇંગ્લંડમાં રહેતા સંસ્થાનના મિત્રો મિ. ચેમ્બરલેન સમક્ષ વસાહતી સંસ્થાનનું દૃષ્ટિબિંદુ ભારપૂર્વક રજૂ કરવા માટે બનતું બધું કરી રહ્યા છે. નાતાલના વડા પ્રધાન સર જૉન રૉબિન્સન પોતાની તંદુરસ્તી સુધારવા તથા મિ. ચેમ્બર- લેન સાથે અગત્યના રાજકાજની ચર્ચા કરવા ઇંગ્લેંડ ગયેલા છે. દક્ષિણ આફ્રિકાનાં લગભગ બધાં છાપાં સાંસ્થાનિક દૃષ્ટિબિંદુથી આ બાબતની ચર્ચા કરતાં આવ્યાં છે. અમારી વિરુદ્ધ કામે લાગી ગયેલાં બળો પૈકી આ તો ફક્ત થોડાંક જ છે. પાર્લમેન્ટના એક ભૂતપૂર્વ સભ્ય સહાનુ ભૂતિ દર્શાવતા પત્રમાં કહે છે તે પ્રમાણે, “સમગ્ર ઝઘડામાં પક્ષબળ અસમાન છે,” પણ “ન્યાય આપણે પક્ષે છે.” અમે ઉપાડેલું કાર્ય સદંતર ન્યાયી અને સચ્ચાઈભરેલું ન હોત તો તેને ઘણા વખત પહેલાં મરણતોલ ફટકો પડયો હોત.