પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ એક બીજી વાત. આ બાબત વિષે તરત ધ્યાન આપવાની જરૂર છે. પ્રશ્ન હજી વિચારણા હેઠળ છે. એ લાંબો વખત અનિÇત રહી શકશે નહીં. અને જો એનો નિર્ણય હિંદીઓની વિરુદ્ધ આવ્યો તો એ વિશે પુનવિચારણા કરાવવાનું મુશ્કેલ થઈ પડશે. આથી હિંદમાં વસતા એંગ્લો-ઇન્ડિયનો તથા હિંદીઓને અમારે માટે કામ કરવાનો આ જ વખત છે. પછી એ સમય નહીં રહે. એક જાણીતા કન્ઝર્વેટિવ સભ્ય કહે છે કે “અન્યાય એટલો ગંભીર છે કે એ જાણવો એ જ એને દૂર કરવા માટે પૂરતું છે.” હા, સાહેબ, હું હિંદમાં વસતા એંગ્લો-ઇન્ડિયનોને પણ અમને સક્રિય મદદ કરવા વિનંતી કરું છું. અમારી વિનંતી કોઈ એક મંડળ કે સમાજના એક જ અંગ પૂરતી મર્યાદિત નથી; અમે સૌને મળવા હિંમત કરી છે, અને અત્યાર સુધી અમને સૌનો ટેકો મળતો રહ્યો છે. લંડનનું ટાર્સ પત્ર અને ધિ ટાફન્સ ઍૉ6 ફૅન્ડિયા અમે ઉપાડેલા કાર્યની લાંબા વખતથી વકીલાત કરતાં આવ્યાં છે. મદ્રાસનાં તમામ વર્તમાનપત્રોએ અમને પૂરેપૂરો ટેકો આપ્યો છે. તમે પણ જરાય સંકોચ વિના ટેકો આપીને અમને અત્યંત આભારી કર્યા છે. કોંગ્રેસની બ્રિટિશ સમિતિએ અમને અમૂલ્ય મદદ કરી છે. પાર્લમેન્ટમાં પોતે આવ્યા ત્યારથી મિ. ભાવનગરી અમારી બાબતમાં જાગ્રત રહ્યા છે. અમારાં કષ્ટો પર તેઓ હંમેશાં પ્રકાશ પાડતા રહે છે. આમસભાના બીજા ઘણા કન્ઝર્વેટિવ સભ્યોએ અમને ટેકો આપ્યો છે. તેથી જણાશે કે અમે હિંદમાં વસતા એંગ્લો-ઇન્ડિયનોને અપીલ કરીએ છીએ તે ઠાલો વિવેક નથી, તમારાં બધાં સમકાલીન વર્તમાનપત્રોને હું આ પત્ર ઉતારવાની વિનંતી કરું છું. જો મારાથી બની શકયું હોત તો મેં બધાં વર્તમાનપત્રોને આની નકલ મોકલી હોત. મો. ક. ગાંધી ૯૪ [મૂળ અંગ્રેજી] વિઝિશમૅન, ૧૪–૧૧–૧૮૯૬ ૧૪. fધરૂઝિગમ પત્રને મુલાકાત [ગાંધીજીની કલકત્તાની મુલાકાત દરમિયાન ધિ ગિમૅન પત્રના પ્રતિનિધિએ એમની મુલાકાત લીધી હતી. હિંદીઓ પ્રત્યેના દક્ષિણ આફ્રિકાના ગોરાઓનો દ્વેષભાવ પ્રથમ કયારે પ્રગટ થવા માંડયો એમ એમને પૂછવામાં આવ્યું હતું. એ અને ઇતર પ્રશ્નોના ગાંધીજી- ના ઉત્તર નીચે આપ્યા છે. [નવેમ્બર ૧૩, ૧૮૯૬ ] ગાંધીજી: “હિંદીઓ આફ્રિકા ગયા તે આરંભના દિવસોથી જ તેમની પ્રત્યે અણગમો હમેશ રહેતો આવ્યો છે, પણ અમારા લોકોએ જ્યારે વેપાર કરવા માંડી ત્યારે દ્વેષભાવ સ્પષ્ટ થયો અને તેણે નિયંત્રણોનું રૂપ લીધું.” પ્રતિનિધિ : “ત્યારે, તમે કહો છો તે બધાં કષ્ટ વેપારી ઈર્ષાનું પરિણામ છે અને સ્વાર્થ- દૃષ્ટિથી પ્રેરાયેલાં છે, એમ ને ” ‘ચોક્કસ. આખી વાતનું મૂળ જ એ છે. સાંસ્થાનિકો ત્યાંથી અમને કાઢી મૂકવા માગે છે કારણ કે અમારા વેપારીઓ તેમની સાથે હરીફાઈ કરે એ તેમને ગમતું નથી.” ૧. ૧૭મી નવેમ્બરના રાજ ગાંધીજી કલકત્તાથી મુંબઈ જવા નીકળ્યા. જીઓ પા. ૧૦૯.