પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષ રૂપિશમેન પુત્રને મુલાકાત ૧ “હરીફાઈ વાજબી છે? મતલબ કે હરીફાઈ ખુલ્લી અને ન્યાયના ધોરણે ચાલે છે?” “હરીફાઈ ખુલ્લી છે, તે હિંદીઓ તે પૂરેપૂરી ન્યાયી ને વાજબી રીતે કરે છે. વેપારની સામાન્ય પદ્ધતિ વિષે એકબે શબ્દ કહું તો વસ્તુ કદાચ સ્પષ્ટ થાય. વેપારમાં રોકાયેલા મોટા ભાગના હિંદીઓ મોટી જથાબંધ વેપાર કરનારી યુરોપિયન પેઢીઓ પાસેથી માલ ખરીદે છે ને ગ્રામપ્રદેશમાં તેની ફેરી કરે છે. અરે, હું તો એમ કહું કે નાતાલનું આખું સંસ્થાન – અને એ વિષે હું ખાસ કરી અનુભવ અને જાતમાહિતીથી કહું છું પોતાને જોઈતા માલસામાન માટે લગભગ બધો જ આધાર આ ફેરિયાઓ પર રાખે છે. તમે જાણો છો કે એ ભાગોમાં દુકાનો જૂજ હોય છે, કંઈ નહીં તો શહેરોથી તો દૂર જ હોય છે. અને એ ઊણપ પૂરી કરીને હિંદીઓ પ્રામાણિકપણે ગુજારો કરે છે. એમ કહેવામાં આવે છે કે હિંદીઓએ નાના યુરોપિયન વેપારીઓનો ધંધો લઈ લીધો છે. કેટલેક અંશે આ વાત સાચી છે, પણ તેમાં દોષ યુરોપિયન વેપારીઓનો છે. તેઓ મઝેથી દુકાન પર બેસી રહે છે અને ઘરાકોને તેમની પાસે જવું પડે છે. એટલે જયારે હિંદી માલ લઈને ઘરાકને ત્યાં જાય છે અને એમાં એને ઓછી તકલીફ નથી ત્યારે માલ તરત વેચાઈ જાય એમાં કશું આશ્ચર્ય નથી. વળી, યુરોપિયન વેપારીઓ, ગમે તેટલા નાના પાયા પર વેપાર કરતા હોય, તોપણ પોતાના માલની ફેરી કરવાનું પસંદ કરતા નથી. હિંદીની વેપાર બાબતની કુશળતાનો અને, સામાન્ય રીતે કહીએ તો, એની પ્રામાણિકતાનો સબળમાં સબળ પુરાવો તો કદાચ એ છે કે મોટી જથાબંધ પેઢીઓ એને માલ ઉધાર આપે છે અને હકીકતે ઘણી પેઢીઓ પોતાનો મોટા ભાગનો ધંધો હિંદીઓ મારફતે કરે છે. વળી એ વાત કાંઈ છૂપી નથી કે નાતાલમાં હિંદીઓ સામેનો વિરોધ માત્ર થોડા ભાગનો છે; એ વિરોધ કોઈ રીતે યુરોપિયન સમાજના મોટા ભાગની સાચી લાગણીઓની રજૂઆત કરતો નથી.” ‘નાતાલમાં વસતા હિંદીઓ ઉપર કાયદેસરનાં તથા બીજી રીતનાં કર્યાં કર્યાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે?” “વારુ, પહેલું તો ત્યાં ‘કર્યુ’નો કાયદો છે, તે બિનગોરાઓને રાત્રે નવ વાગ્યા પછી બહાર નીકળવાની મનાઈ ફરમાવે છે, સિવાય કે, જો તે ગિરમીટિયા નોકર હોય અને તેની પાસે પોતાના માલિકે આપેલો પાસ હોય, અથવા તો જો તે ગિરમીટિયો ન હોય તો યોગ્ય ખુલાસો કરી શકે. આ બાબતમાં ફરિયાદનું મોટું કારણ એ છે કે પોલીસ આ કાયદાનો દમનના સાધન તરીકે ઉપયોગ કરે એવો સંભવ રહે છે. સારા પોશાકવાળા પ્રતિષ્ઠિત કેળવાયેલા હિંદીઓને પોલીસને હાથે કેટલીક વાર અપમાનિત થવું પડયું છે, અમને પકડવામાં આવે છે, પોલીસચોકીએ લઈ જવામાં આવે છે, આખી રાત ગાંધી રાખવામાં આવે છે, બીજે દિવસે સવારે મૅજિસ્ટ્રેટ સમક્ષ ખડા કરવામાં આવે છે, અને તેમના શુદ્ધ હેતુઓ સાબિત થયે ક્ષમાયાચનાનો શબ્દ પણ ઉચ્ચાર્યા વિના છોડી દેવામાં આવે છે. આવા બનાવો ઓછા નથી બનતા. બીજી વાત મતાધિકાર છીનવી લેવાની છે, તેનો ઉલ્લેખ તમે પ્રસિદ્ધ કરેલા લેખમાં કરવામાં આવ્યો છે. હકીકત એ છે કે સાંસ્થાનિકો હિંદીઓને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રના અંગરૂપ બનવા દેવા માગતા નથી. તેથી તેમનો મતાધિકાર છીનવી લેવામાં આવે છે. વૈતરું કરનાર તરીકે હિંદીને નભાવી લેવાય, નાગરિક તરીકે કદી નહીં.” “પરાયા દેશમાં રાજકીય હકોના ઉપયોગ સંબંધમાં હિંદીઓ કેવું વલણ ધરાવતા આવ્યા છે?’