પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ “માત્ર એટલું જ કે કોઈ દેશમાં બિનવતનીઓ છૂટથી જે હક તથા અધિકાર ભોગવતા હોય તે ભોગવવાનો હક માગો. રાજકીય દૃષ્ટિએ જોતાં, હિંદીઓને મતાધિકાર જોઈતો નથી. પણ મતાધિકાર છીનવી લેવામાં આવે તેમાં રહેલી માનહાનિથી રોષે ભરાઈને તેઓ એ અધિકાર ફરી મેળવવા ચળવળ કરે છે. વિશેષમાં, બધા હિંદીઓને એક કક્ષામાં મૂકવામાં આવે અને તેમના વધારે સારા વર્ગનું ન્યાયી સ્થાન ન સ્વીકારવામાં આવે એ એમને ભારે અન્યાય લાગે છે, અમે તો એવું પણ સૂચન કર્યું છે કે મતાધિકાર માટે મિલકત દ્વારા પ્રાપ્ત થતી લાયકાતનું ધોરણ ઊંચું કરવામાં આવે અને કેળવણીનું ધોરણ પણ દાખલ કરવામાં આવે, જેથી દરેક હિંદી મતદારને યોગ્યતાનો ચોક્કસ સિક્કો મળે; પરંતુ એ સૂચનને ધુતકારી કાઢવામાં આવ્યું છે. આથી સાબિત થાય છે કે તેમનો એકમાત્ર આશય હિંદીઓનું અપમાન કરવાનો તથા તેમને બધી રાજકીય સત્તાથી વંચિત કરવાનો છે, જેથી તેઓ હંમેશને માટે લાચાર બની જાય. વળી ગિરમીટની મુદત પૂરી થયા પછી જે સંસ્થાનમાં રહે તે સૌને માથે પાંગળા બનાવી મૂકે એવો વાર્ષિક ત્રણ પાઉન્ડનો કર લાદવામાં આવ્યો છે. ઉપરાંત હિંદીને કોઈ સામાજિક દરજ્જો નથી; અને ખરેખર સમાજદૃષ્ટિએ પતિયો કે અસ્પૃશ્ય ગણવામાં આવે છે. દરેક જાતનાં અપમાનો એને માથે લાદ- વામાં આવે છે. હિંદીનો દરજ્જો ગમે તે હોય, આખાયે દક્ષિણ આફ્રિકામાં તે ‘કુલી’ છે ને કુલી ગણીને તેની સાથે વર્તાવ થાય છે. રેલવે પર અને અમુક જ વર્ગમાં મુસાફરી કરવી પડે છે, અને જોકે નાતાલમાં તેને ફૂટપાથ પર ચાલવાની છૂટ છે, પરંતુ બીજાં રાજ્યોમાં તો તેની પણ મનાઈ છે.” “આ બીજાં રાજ્યોમાં હિંદીઓ પ્રત્યે કેવું વર્તન રાખવામાં આવે છે, તે વિષે મને કંઈક કહેશો ?’ “બુલૅન્ડમાં આવેલાં નોન્દવેની અને એશોવેમાં હિંદીઓ સ્થાવર મિલકત ખરીદી શકતા નથી.” “એ પ્રતિબંધ શા માટે દાખલ થયો?’ “સાંભળો. ઝૂકુલૅન્ડમાં પહેલાં મેલ્મથ નગર વસાવવામાં આવ્યું હતું. ત્યાં આવાં કોઈ નિયમનો હતાં નહીં એટલે હિંદીઓએ સ્થાવર મિલકત વેચાણ લેવાના હકનો લાભ લઈ ૨,૦૦૦ પાઉંડથી વધારેની જમીન ખરીદી. તે પછી મનાઈ કરનારો કાયદો થયો અને તે નવાં સ્થપાયેલાં નગરોને લાગુ પાડવામાં આવ્યો. એમાં માત્ર વ્યાપારી ઈર્ષા હતી. ગોરાઓને ભય એ હતો કે નાતાલની જેમ હિંદીઓ વેપાર અર્થે ઝૂલુલૅન્ડમાં પણ ઘૂસી જશે. ‘ઑરેન્જ રીવર ફી સ્ટેટમાં હિંદીને વર્ગીકરણમાં કાફર સાથે મૂકીને ત્યાં તેનું રહેવું અશકય કરી મૂક્યું છે. ત્યાં કોઈ હિંદી સ્થાવર મિલકત ન રાખી શકે. અને રાજ્યમાં વસનાર દરેક હિંદીએ દર વર્ષે દસ શિલિંગ કર ભરવો પડે છે. આ આપખુદ કાયદાઓમાં રહેલા અન્યાયનું માપ કાઢવા એ હકીકત પૂરતી થશે કે જ્યારે કાયદા અમલમાં આવ્યા ત્યારે હિંદીઓને, મોટે ભાગે વેપારી લોકને, ૯,૦૦૦ પાઉંડની નુકસાનીમાં ઉતારી કશું પણ વળતર આપ્યા વિના રાજ્યમાંથી જબરજસ્તીથી કાઢી મૂકવામાં આવ્યા. ટ્રાન્સવાલમાં સ્થિતિ ભાગ્યે જ આનાથી સારી છે. ત્યાં એવા કાયદા કરવામાં આવ્યા છે જે હિંદીઓને તેમને માટે નક્કી થયેલા લત્તાઓ સિવાય અન્યત્ર રહેવા કે વેપાર કરવાની મના કરે છે. પણ આ બીજા મુદ્દા સંબંધે ન્યાયાલયોમાં કામ ચાલુ છે. સાત પાઉંડ ખાસ નોંધણી ફી તરીકે ભરવા પડે છે, રાતના નવ વાગ્યાનો કાયદો ચાલુ છે, ફૂટપાથ પર ચાલવાની મનાઈ છે (કંઈ નહીં તો જોહાનિસબર્ગમાં તો આવું છે);