પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫. પૂનામાં ભાણુ [ગાંધીજીએ નવેમ્બર ૧૬, ૧૮૯૬ના રોજ પૂના ખાતે સાર્વજનિક સભાના આકાય જોશી હૉલમાં ત્યાંના શહેરીઓની સભામાં દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓનાં કષ્ટો વિષે ડૉ. રામકૃષ્ણ ગો. ભાંડારકરના પ્રમુખપદે વ્યાખ્યાન આપ્યું હતું. તેમનું ભાષણ પૂરું થયા પછી લોક- માન્ય તિલકે એવો ઠરાવ મૂકો કે આ સભા દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને ડૉ. ભાંડારકર, લોકમાન્ય તિલક, પ્રોફેસર ગોપાળ કૃષ્ણ ગોખલે અને બીજા છ જણની બનેલી સમિતિને હિંદીઓ પર લદાયેલાં નિયંત્રણો સંબંધે હિંદ સરકારને વિનંતીપત્ર મોકલવા સત્તા આપે છે. ઠરાવ પસાર થયો હતો. રાબેતા મુજબનાં સાધનો દ્રારા ગાંધીજીના વ્યાખ્યાનનો હેવાલ મળી શકયો નથી. પણ તેનો ટૂંકો ઉલ્લેખ ધરાવતો નીચેનો હેવાલ હિંદ સરકારના ગૃહખાતા માટે પૂનામાં તૈયાર કરેલા ગુપ્ત રિપોર્ટમાંથી લેવામાં આવ્યો છે.] નવેમ્બર ૧૬, ૧૮૯૬ ‘‘ભાષણમાં મુખ્યત્વે આ વિષય સાથે સંબંધ ધરાવતા ચોપાનિયામાંથી ઉતારા વાંચવામાં આવ્યા. વાંચવાની સાથે વચ્ચે વચ્ચે વિવેચન કરી સ્પષ્ટતા કરવામાં આવતી હતી. દક્ષિણ આફ્રિકામાં હિંદના વતનીઓ સાથે કેવું વર્તન રાખવામાં આવે છે તેનું વર્ણન ચોપાનિયામાં છે, અને અંતે કેટલાક લોકોનાં નામ છે. તેઓ, એમ કહેવાય છે કે દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના પ્રતિનિધિ છે, અને જેમણે સત્તાવાળાઓ તથા સામાન્ય જનતા સમક્ષ તેમનાં કર્યા રજૂ કરવા મિ. ગાંધીને નીમ્યા છે. “સરકારને નિવેદનપત્રો તથા વિનંતીપત્રો મોકલીને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિમાં સુધારો કરવા માટે પોતાનાથી બનતું બધું કરવા વ્યાખ્યાનકારે શ્રોતાઓને વિનંતી કરી હતી.” [મૂળ અંગ્રેજી] વૉબ્વે પોલીસ સ્ટ્રેટ્સ, ૧૮૯૬, પા. ૪૦૫ ૧. લીલું ચાનિયું,