પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬. વાઈસરાયને તાર નવેમ્બર ૩૦, ૧૮૯૬ દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ તરફથી મને તાર મળ્યો છે કે ટ્રાન્સવાલ સરકાર હિંદીઓને લોકેશનોમાં જવા બળજબરી કરે છે. કસોટી તરીકે ચાલતો મુદ્દો પૂરો થતાં સુધી પગલાં મુલતવી રાખવાની મિ. ચેમ્બરલેનની વિનંતી છતાં આમ કરવામાં આવે છે એ સ્પષ્ટ છે. હું માનું છું કે ટ્રાન્સવાલનું આ પગલું વધુ નહીં તો આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારનો ભંગ છે. લોકેશનોમાં ખસેડવાનું મુલતવી રાખવા વિના વિલંબે પગલું લેવા વિનંતી છે. સેંકડો બ્રિટિશ હિંદીઓનું અસ્તિત્વ હોડમાં છે. [મૂળ અંગ્રેજી] fધ વશી, ૧-૧૨-૧૮૯૬ શ્રીમાન તંત્રી ધિરિામન કલકત્તા સાહેબ, ૧૭. દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ મુંબઈ, નવેમ્બર ૩૦, ૧૮૯૬ દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓનાં કષ્ટ સંબંધે મેં ગઈ ૧૩મી તારીખે તમને પત્ર લખ્યો હતો. એ બાબતમાં હવે દક્ષિણ આફ્રિકાથી આવેલો મૂળ તાર મને વાંચવા મળ્યો છે. કલકત્તામાં મને મળેલા તારમાં ‘રોડ’ શબ્દ હતો. મૂળ તારમાં ‘રાડ’ છે. હવે અર્થ તદ્દન સ્પષ્ટ છે, અર્થ એ છે કે ટ્રાન્સવાલ સરકાર હિંદીઓને લોકેશનોમાં ધકેલે છે. આથી સ્થિતિ વળી વધારે ગંભીર બની જાય છે. દક્ષિણ આફ્રિકા માટેના હાઈ કમિશનરે, ટ્રાન્સવાલ પ્રજાસત્તાકમાં હિંદીઓના પ્રશ્ન બાબત લવાદે આપેલો ‘ચુકાદો સ્વીકારતાં તા. ૨૪ જૂન, ૧૮૯૫ના તારમાં નીચે પ્રમાણે લખ્યું છે: સંસ્થાન મંત્રીને હિંદીઓ તરફથી તાર મળ્યો છે, તેમાં કહ્યું છે કે અમને (લોકે- શોમાં) જવા માટે નોટિસ આપવામાં આવી છે; અને વિનંતી કરી છે કે એ પગલું ૧. વાઇસરૉયને ગાંધીજીએ કરેલા તારના આ પાડધિકારીના તા.૧-૧૨-૧૮૯૬ના અંકમાં પ્રસિદ્ધ થયેલા પુરા પાડ ઉપર આધારિત છે. હિંદને સ્વાતંત્ર્ય મળતાં પહેલાંની હિંદ સરકારે, સામાન્ય નિયમ મુજબ, સાચવી રાખવા માટે અનાવશ્યક ગણેલાં સરકારી દફતરા સાથે આ સમયને લગતી ફાઇલના નારા કરવામાં આવ્યા છે. આથી કરીને વાઇસરોયને મળેલા મૂળ તાર અપ્રાપ્ય છે, તારની નકલ ગાંધીજીએ ટાટમ્સ એંન્ડિયાને મેકલી હતી, અને એ પત્રે સંપાદન બાદ છેલ્લું વાકય કાપી કાઢીને ૩૦-૧૧-૧૮૯૬ના પેાતાના અંકમાં પ્રસિદ્ધ કરી હતી.