પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧. દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ભારતની જનતાને અપીલ [જૂન ૫, ૧૮૯૬ના રોજ ગાંધીજી કૌટુંબિક કારણસર દક્ષિણ આફ્રિકાથી ભારત આવવા નીકળ્યા, ત્યારે દક્ષિણ આફ્રિકાના હિંદી સમાજના આગેવાનોએ ત્યાં વસતા હિંદીઓને કેવાં કષ્ટ પડે છે તે હકીકત રાજકર્તાઓ તથા જાહેર પ્રજા સમક્ષ મૂકવાનું કામ ગાંધીજીને સોંપ્યું હતું. લગભગ પાંચ માસ સુધી ગાંધીજી હિંદમાં રહ્યા તે દરમિયાન તેમણે આ દિશામાં જે પહેલું કામ કર્યું તે ધિ ત્રિવસિસ કૉઝ ધિ બ્રિટિશ સ્ફિયન્સન સાથ ઞાિ (દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ) નામે અંગ્રેજી પુસ્તિકા પ્રસિદ્ધ કરવાનું હતું. પાછળથી આ પુસ્તિકા લીલા ચાપાનિયા તરીકે પ્રસિદ્ધિ પામી, કારણ કે એના પૂઠાનો રંગ લીલો હતો. એનો બહોળો ફેલાવો થયો ને ટૂંકમાં જ ગાંધીજીને એની બીજી આવૃત્તિ પ્રગટ કરવાનું આવશ્યક લાગ્યું.] પ્રસ્તાવના મદ્રાસમાં પાચિયા હૉલમાં મળેલી સભા વખતે આ ચોપાનિયાની નકલો માટે જે પડા- પડી થઈ તેથી તેની બીજી આવૃત્તિ બહાર પાડવાનું આવશ્યક થઈ પડયું છે. ત્યારનું એ દૃશ્ય કદી ભુલાય એવું નથી. આ માગણીથી બે બાબતો સાબિત થઈ—દક્ષિણ આફ્રિકામાં વસતા બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટોના સવાલનું મહત્ત્વ લોકો સમજ્યા છે અને દરિયાપાર વસતા દેશબાંધવોના હિતમાં તેમને રસ છે. આશા છે કે આ બીજી આવૃત્તિ પણ પહેલીની પેઠે જ જલદીથી ખપી જશે, અને લોકોનો રસ અખંડ રહ્યો છે એવું બતાવી આપશે. આ કોની જાહેરાત કરવી એ જ કદાચ તેમને દૂર કરવાનો મુખ્ય ઉપાય છે, અને આ ચોપાનિયું એ ધ્યેય પાર પાડવાનું એક સાધન છે. આમાં જે પરિશિષ્ટ૧ આપવામાં આવ્યું છે તે પ્રથમ આવૃત્તિમાં ન હતું. તે રૉઈટરના પ્રતિનિધિ દ્વારા નાતાલના એજન્ટ જનરલે કરેલા નિવેદનના જવાબરૂપે મદ્રાસની સભામાં વાંચી સંભળાવવામાં આવ્યું હતું. પુસ્તિકામાં નાતાલ પ્રવાસી કાનૂન સુધાર બિલનો (ધિ નાતાલ ઇમિગ્રેશન લૉ એમન્ડમેન્ટ ઍકટનો) ઉલ્લેખ છે. દક્ષિણ આફ્રિકાના ગરીબડા હિંદીઓના કમનસીબે એ બિલને શાહી મંજૂરી મળી ગઈ છે. આ પ્રશ્નનો આપણા લોકસેવકોએ બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ. એ કાયદો રદ ન થાય ત્યાં સુધી અગર તો સરકારી સહાય દ્વારા મજરોને નાતાલ મોકલવાનું અટકે નહીં ૧. પુસ્તિકામાં પરિશિષ્ટ' તરીકે કંઈ જોડેલું ન હતું. અત્રે ઉલ્લેખ પા. ૨૭-૨૮ પર આવતાં લખાણના છે. એના આરંભની કંડિકા પરંતુ સજ્જના, ચૈાડા સમય પર આપને નાતાલના એજન્ટ જનરલે જણાવ્યું ’ છે, તે હિંદી વસ્તીની આબાદી સાષિત કરવા આંકડા આપવાની … … … '’ એ અંતની છે. જુએ, પા. ૨૭ની પાદટીપ તેમ જ મદ્રાસ વ્યાખ્યાન, પા. ૭૫-૮૦. ગાં.૨-૧