પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ “અહીં આવનાર હિંદી સમાજને જે જે વસ્તુ અસર કરે છે તે હિંદમાં હિંદીઓને ચોક્કસ અસર કરશે.” ૧૧૪ “તમારો કહેવાનો અર્થ એ છે કે આથી આ દેશ વિરુદ્ધ હિંદીઓનો પૂર્વગ્રહ બંધાશે ?” “હા, અને તેથી હિંદીઓમાં એક એવી જાતની લાગણી પેદા થશે, જે સહેલાઈથી દૂર નહીં કરી શકાય. તે ઉપરાંત હિંદ સામે બીજાં સંસ્થાનોમાં પણ કડવી લાગણી પેદા થશે તે જુદી. હું એમ નથી કહેતો કે અત્યારની પળે હિંદીઓ અને સાંસ્થાનિકો વચ્ચે ભારે કડવી લાગણી છે. પરંતુ અહીં સાંસ્થાનિકો જે કરી રહ્યા છે તે પરથી હિંદીઓ એવું અનુમાન કરશે કે બીજા દરેક બ્રિટિશ સંસ્થાનનું વલણ પણ તેવું જ હશે. અને પરિસ્થિતિ જે હદે પહોંચી છે, તે પરથી આ અનુમાન દૃઢ થાય છે. છાપાંમાં આવતા તાર તથા હેવાલમાંથી જાણવા મળે છે તે પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આ સ્થિતિ છે.” “બ્રિટિશ રૈયત” હોવાની દલીલ “અલબત્ત, તમે દૃઢપણે માનો છો કે હિંદીઓને અહીં આવતા રોકવાનો નાતાલને હક નથી ?” “હું ચોક્કસ એમ માનું છું.” “શા આધારે ?’’ “આધાર એ કે હિંદીઓ બ્રિટિશ રૈયત છે. અને બીજું, એ કે નાતાલ સંસ્થાન એક વર્ગના હિંદીઓને નાતાલ લાવે છે અને બીજા વર્ગના હિંદીઓને આવવા દેવા માગતું નથી.” “હા.” “આ સ્થિતિ બહુ અસંગત છે. એ ળિયાના બે ભાગ જેવું જણાય છે. હિંદીઓ પાસેથી ઉઠાવાય એટલો બધો લાભ તેઓ ઉઠાવવા માગે છે. પણ હિંદીઓને જરાય લાભ આપવા માગતા નથી.” “આ સવાલ વિશે હિંદ સરકાર કેવું વલણ લેશે?’ d “એ હું ન કહી શકું. અત્યાર સુધી તો, હું જાણતો નથી કે હિંદ સરકારની લાગણી શી છે. પણ હિંદીઓ પ્રત્યે ઉદાસીનતાની લાગણી તો ન જ હોય. તે સહાનુભૂતિ તો રાખશે જ, પણ તે કેવું વલણ લેશે એનો આધાર અનેક સંજોગો પર છે. એટલે તેનું અનુમાન કરવું બહુ મુશ્કેલ છે.” “જો મુક્ત હિંદીઓને આવતા રોકવામાં આવે તો હિંદ સરકાર ગિરમીટિયા હિંદીઓને આવતા રોકશે એવો સંભવ ખરો ?’’ “હા, મને એવી આશા તો છે, પણ હિંદ સરકાર એમ કરે કે નહીં એ જુદી વાત છે.” દેખાવાની વાત પર પાછા આવતાં મિ. ગાંધીએ કહ્યું: “મને સૌથી વધારે વિચાર એ વાતના આવે છે કે દેખાવો યોજનારાએ આ પ્રશ્નના સામ્રાજ્યને લગતા પાસાનો બિલકુલ ૧. ગિરમીટિયા મન્ત્રોને પ્રવેશ કરવા દેવામાં આવતા હતા. તે સિવાયના મુક્ત હિંદી વેપારી તથા કારીગર લેાકના અત્રે ઉલ્લેખ છે, ૨. હકીકતમાં, દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ બ્રિટન અને હિંદ બંને સરકારને અરજ કરી હતી કે ગિરમીટની મુદ્દત પૂરી કરી હોય તે મજૂરા પર મૂકવામાં આવેલા અમુક પ્રતિબંધા દૂર કરવામાં ન આવે તે વધારે મતૂરા લાવવાની મંત્રી ન આપવી જોઇએ. જીએ પુસ્તક ૧, પા. ૧૭૪ અને ૧૭૮.