પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છુરલૅન્ડ સ્ટીમર પર મુલાકાત ૧૧૫ ખ્યાલ રાખ્યો નથી. હિંદ સામ્રાજ્ય એ બ્રિટિશ રાજમુગટનું સૌથી ઝળહળતું રત્ન છે એ તો સ્વીકારાયેલી હકીકત છે. યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટિશ ટાપુઓ)નો ઘણોખરો વેપાર હિંદ સામ્રાજ્ય સાથે ચાલે છે, અને દુનિયાના લગભગ બધા ભાગોમાં ગ્રેટ બ્રિટનનાં યુદ્ધો લડવા માટે જોઈતા બહાદુરમાં બહાદુર સૈનિકો હિંદ પૂરા પાડે છે.” “તેઓ કદી ઇજિપ્તથી આગળ ગયા નથી,” એમ મુલાકાતીએ વચમાં કહ્યું, અને શ્રી ગાંધીએ મૌન રહી એ સુધારો મંજૂર રાખ્યો. તેમણે આગળ ચલાવ્યું, “સામ્રાજ્ય સરકારની નીતિ હમેશાં સમજૂતીથી કામ લેવાની એટલે હિંદીઓને બળથી નહીં, પ્રેમથી જીતી લેવાની છે. દરેક બ્રિટિશ વ્યક્તિ કબૂલ કરે છે કે બ્રિટિશ સામ્રાજયની કીતિ અને મહત્ત્વ હિંદ સામ્રાજ્ય તેમાં સામેલ હોય ત્યાં સુધી જ છે. આ પરિસ્થિતિ- માં, એમ જણાય છે કે, જેઓ પોતાના ઉત્કર્ષ માટે હિંદુસ્તાનના ઓછા ઋણી નથી, એવા નાતાલના સાંસ્થાનિકો મુક્ત હિંદીઓના પ્રવેશ સામે આટલો બધો વિરોધ કરે તે તેમની દેશભક્તિની ભાવનાથી વિરુદ્ધ છે. કોઈને પણ દૂર કે બાકાત રાખવાની નીતિ હવે રદબાતલ થઈ છે. હિંદી- ને સાંસ્થાનિકોએ મતાધિકાર આપવો જોઈએ અને તેની સાથે સાથે જે જે બાબતમાં તેઓ પૂરા સુધરેલા ન હોય તે તે બાબતમાં વધારે સુધરવામાં તેમને મદદ કરવી જોઈએ. જો બ્રિટિશ સામ્રાજ્યના બધા ભાગો હળીમળીને રહેવાના હોય તો બધાં સંસ્થાનોમાં આ નીતિનું અનુસરણ થવું જોઈએ એમ હું ચોક્કસ માનું છું.” “અત્યારે હિંદીઓને બ્રિટિશ સામ્રાજ્યના બધા ભાગોમાં દાખલ થવા દેવામાં આવે છે?’ “હવે ઑસ્ટ્રેલિયાએ તેમને બાકાત રાખવા પ્રયત્ન આદર્યો છે, પણ ત્યાંની ઉપલી ધારાસભાએ સરકારી બિલ ઉડાવી દીધું છે. અને કદાચ ઑસ્ટ્રેલિયામાં એ નીતિ સ્વીકારવામાં આવે તોપણ ઇંગ્લંડની સરકાર એ મંજૂર રાખશે કે કેમ એ જોવાનું છે. જો ઑસ્ટ્રેલિયનો સફળ નીવડે તોપણ મારે કહેવું જોઈએ કે, ખરાબ દાખલાનું અનુકરણ કરવાનું નાતાલ માટે સારું નહીં થાય અને અંતે તે આત્મઘાતક નીવડયા વગર નહીં રહે.” હિંદમાં મિ. ગાંધીનું મિશન “હિંદની મુલાકાતે જવામાં તમારો મુખ્ય હેતુ શો હતો?” " “ દેશ જવામાં મારો હેતુ મારા કુટુંબને, પત્ની અને બાળકોને, મળવાનો હતો. સાત વરસ દરમિયાન તેમનો સતત વિયંગ મારે સહેવો પડયો છે, એમ કહેવાય. મેં અહીંના હિંદીઓને કહ્યું કે મારે થોડો સમય દેશ જવું જોઈશે. તેમને થયું કે નાતાલના હિંદીઓની ફરિયાદ અંગે હું કંઈક કરી શકું, અને મને પણ એમ લાગ્યું. હું અહીં થોડું વિષયાન્તર કરીને કહ્યું કે, ખરું જોતાં, નાતાલમાં અમે હિંદીઓના મોભા બાબત નહીં, પણ એક સિદ્ધાંત ખાતર લડીએ છીએ. અમારી ચળવળનો હેતુ સંસ્થાનને હિંદીઓથી ભરી દેવાનો નથી, કે નાતાલ સંસ્થાનમાં હિંદીનો દરજ્જો નક્કી કરાવવાનો નથી, પણ એક સામ્રાજ્યને લગતા પ્રશ્નનો હંમેશ માટે નિર્ણય કરાવવાનો છે; ‘બ્રિટિશ હિંદ બહાર સામ્રાજ્યમાં હિંદીઓનો દરજજો શો હશે ?' આ સિદ્ધાંતની બાબતનો નિર્ણય કરવાનો યત્ન અમે કરતા આવ્યા છીએ. આ કાર્યમાં રસ ધરાવનાર ડરબન- નિવાસી હિંદી સજજનોએ હિંદમાં મારાં કાર્યની યોજના શી હશે એ વિશે ચર્ચા કરી હતી, ત્યારે