પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ મેં કહેલું કે યોજના એટલી જ કે હિંદમાં પ્રવાસ દરમિયાન મને જે ખર્ચ થાય તે મને નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ આપે. હિંદ પહોંચતાં જ મેં એ ચોપાનિયું↑ પ્રસિદ્ધ કર્યું.” ૧૧૬ “ચોપાનિયું તમે કયાં તૈયાર કર્યું હતું?” “મેં એ નાતાલમાં તૈયાર નહોતું કર્યું. હિંદ જતાં પ્રવાસ દરમિયાન મેં એ આખું તૈયાર કરેલું.’ “તેમાં આપેલી માહિતી તમે કેવી રીતે મેળવી ?’’ “દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓને લગતી સઘળી હકીકતોથી પરિચિત થવા મેં નિશ્ચય કર્યો હતો, ને તે હેતુથી મેં ટ્રાન્સવાલના કાયદાના તરજુમા મેળવેલા, અને કેપ કોલોની તેમ જ અન્યત્ર દક્ષિણ આફ્રિકામાં રહેતા મિત્રોને આ પ્રશ્ન પરત્વે તેમની પાસે જે માહિતી હોય તે મને મોકલવા જણાવેલું. એટલે મેં હિંદ જવાનો નિર્ણય કર્યો તે પહેલાંથી હું હકીકતોથી સંપૂર્ણ માહિતગાર હતો. નાતાલના હિંદીઓ તરફથી ઇંગ્લંડની સરકારને મોકલવામાં આવેલા વિનંતી- પત્રોમાં પ્રશ્નની સામ્રાજ્ય અંગેની દૃષ્ટિ હમેશાં મોખરે રાખેલી છે.” “એ અરજપો. મતાધિકારના પ્રશ્ન બાબત હતા?” “કેવળ એ જ પ્રશ્ન વિશે નહીં. બહારથી આવનાર લોકો વિશે તથા સંસ્થાને પસાર કરેલા બીજા કાયદાઓ તેમ જ ટ્રાન્સવાલ ચળવળનો પણ તેમાં ઉલ્લેખ હતો.”૩ “ોપાનિયું પ્રસિદ્ધ કરવામાં તમારો હેતુ શો હતો ?’’ “ચોપાનિયું પ્રસિદ્ધ કરવામાં મારો હેતુ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સ્થિતિને લગતી સઘળી હકીકતો હિંદની જનતા સમક્ષ રજૂ કરવાનો હતો. અહીંના લોક માને છે કે હિંદમાં લોકોને ખબર નથી કે ચોક્કસ કેટલા હિંદીઓ દેશ બહાર વસે છે, તે તેમની સ્થિતિ કેવી છે. તે બાબત જનતાનું ધ્યાન દોરવાનો મારો હેતુ હતો ને એ ઇરાદાથી એ ચોપાનિયું પ્રસિદ્ધ કર્યું હતું.” “પણ તે સિવાય શું બીજો કોઈ હેતુ ન હતો ?’’ “બીજો હેતુ એટલે કે ૧૮૫૮ના મહારાણીના ઢંઢેરા અનુસાર.” “આમાં સફળ થવાની તમે આશા રાખો છો?’ “હું જરૂર આશા રાખું છું કે હિંદમાંની હિંદી જનતાની મદદથી અમે બહુ જલદી અમારું ધ્યેય સિદ્ધ કરી શકીશું.” “એને માટે તમે કયા ઉપાયો લેવા માગો છો?’ હતો કે અમને સંતોષ થાય એવો હિંદીઓનો દરજ્જો નક્કી કરાવવો; “અમે ઇચ્છીએ છીએ કે, હિંદમાં તેઓ બંધારણીય ચળવળ કરે. ત્યાં જે જે સભા ભરાઈ તેણે ઠરાવો પસાર કરીને, દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની સ્થિતિ બાબત હિંદ સરકાર તથા ઇંગ્લેંડ સરકારનું ધ્યાન દોરવા માટે, વિનંતીપત્રો ઘડીને તેમને મોકલવા માટે સભાના ૧. લીલું ચાનિયું. ર. જીએ પુસ્તક ૧, પા. ૮૭–૯૪, ૧૪૨-૬૦, ૧૬૫-૭૫, ૧૯૬-૯૭, ૨૩૫-૩૮, ૨૫૧૬૮. ૩. હિંદીઓને નિશ્ચિત કરેલાં લેકેશનમાં રહેવા તથા વેપાર કરવાની ફરજ પાડવા ઇચ્છતા જે ધારા ટ્રાન્સવાલમાં ઘડાયા તે સામે એ ચળવળ હતી. જીએ પુસ્તક ૧, પા. ૧૪૨-૬૨.