પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ōન્ડ સ્ટીમર પર મુલાકાત અધ્યક્ષને સત્તા આપી છે. આવી સભાઓ આખા મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ઇલાકાઓમાં ભરાઈ છે.” “આ વિષયમાં “ના; મને કંઈ તમને હિંદ સરકાર તરફથી કંઈ પ્રોત્સાહન મળ્યું છે?” જવાબ મળે તે પહેલાં મારે પાછા ફરવું પડયું.” ૧૧૭ " ૪. જીએ પા. ૧૩૭, પુ. ાએ પા. ૧૩૮, || 584 નાતાલને બટ્ટો લગાડવા ઇચ્છા નથી આગળ ચાલતાં શ્રી ગાંધી બોલ્યા: “નાતાલના સાંસ્થાનિકોના ચારિત્ર્યને બટ્ટો લગાડવા હું હિંદ ગયો હતો એવું કહેવામાં આવ્યું છે. આનો મારે ભારપૂર્વક ઇનકાર કરવો જોઈએ. લોકોને યાદ હશે કે આશરે બે વરસ પહેલાં નાતાલ પાર્લમેન્ટના સભ્યોને ઉદ્દેશી મેં ખુલ્લો પત્ર લખ્યો હતો અને તેમાં હિંદીઓ સાથે જે વર્તન રાખવામાં આવે છે તે વિષે મારી દૃષ્ટિ રજૂ કરી હતી, અને બરાબર એ જ દૃષ્ટિ મેં હિંદની જનતા સમક્ષ મૂકી છે. હકીકત એ છે કે મેં એ ‘ખુલ્લા પત્ર’માંથી જ એક ઉતારો અક્ષરશ: મારા ચોપાનિ- યામાં આપ્યો છે. પહેલાં હિંદીઓ સાથે જે વર્તન રાખવામાં આવ્યું હતું તે બાબત મારી દૃષ્ટિ મેં એ પત્રમાં આપી હતી, અને એ પત્ર અહીં પ્રસિદ્ધ થયો ત્યારે એના પ્રસ્તુત અંશ વિષે કોઈએ કો વાંધો ઉઠાવ્યો નહોતો. ત્યારે કોઈએ કહ્યું ન હતું કે, હું સાંસ્થાનિકોના ચારિત્ર્યને બટ્ટો લગાડું છું. પરંતુ એ જ વાતનું હિંદમાં પુનરુચ્ચારણ કરવામાં આવ્યું ત્યારે તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. એથી સાંસ્થાનિકોના ચારિત્ર્યને લાંછન કેવી રીતે લાગે એ હું સમજી શકતો નથી. એ‘ખુલ્લા પત્ર’ની ચર્ચા કરતી વખતે લગભગ બધાં છાપાંએ એકમતે કહેલું કે મારી વાત તદ્દન નિષ્પક્ષ હતી. અને મારા કરેલા એક પણ વિધાનનો કોઈએ વિરોધ કર્યો નહોતો. આ સંજોગોમાં મને લાગ્યું કે ‘ખુલ્લા પત્ર’માંથી ઉતારો આપવામાં કશું અજુગતું નથી. હું જાણું છું કે રૂટર એજન્સીએ, ચોપાનિયાનો સાર તારથી ઇંગ્લેન્ડ મોકલ્યો તેનો મારા ‘ખુલ્લા પત્ર’ સાથે મેળ નહોતો. વળી તમને ચોપાનિયું મળ્યું કે તરત ડરબનનાં બંને પત્રોએ લખ્યું હતું કે રૂટરે આપેલાં વિધાનોમાં અતિશયોક્તિ કરી છે. રૂટરનાં વિધાનો તથા અભિપ્રાય માટે મને ભાગ્યે જ જવાબદાર લેખી શકાય અને હું માનું છું કે દેખાવો યોજનારાઓના નેતાઓએ ‘ખુલ્લો પત્ર’ તથા ચોપાનિયું વાંચ્યાં નથી. તેમણે રૂટરના તારને ચોપાનિયાનો સાચો સાર માની લીધો છે, ને તેથી તેમણે આ માર્ગ લીધો છે. જો આ માન્યતા સાચી હોય તો હું કહું છું કે એ નેતાઓ હિંદીઓને તેમજ સાંસ્થાનિકોને અન્યાય કરી રહ્યા છે. હું ભારપૂર્વક કહીશ કે અહીં મેં જે કહેલું તેથી જરાયે વધુ ત્યાં મેં કહ્યું નથી અને હિંદમાં મેં કરેલી કેસની રજૂઆતથી હિંદમાં કશા પૂર્વગ્રહ પેદા થયા નથી.” બ્ ૧. કલકત્તામાં જાહેર સભા સમક્ષ ગાંધીજી ભાષણ કરનાર હતા, (જીએ પા. ૩૮૯) તે એમને તાકીદે દક્ષિણ આફ્રિકા જવાનું થવાથી માંડી વાળવું પડ્યુ હતું. (તુએ પા. ૯ર) કદાચ, ગાંધીજી અત્રે ઉલ્લેખ કરે છે એ સભા કલકત્તાની ‘બ્રિટિશ ઈન્ડિયા ઍસોસિયેશન'ની સમિતિની સભા હશે,તેની સમક્ષ એમણે વ્યાખ્યાન આપેલું અને જેણે દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓની સ્થિતિ સંબંધે હિંદી વજીરને વિનંતીપત્ર મેકલવાના ડરાવ કરેલેા. જાહેર સભાએ મુંબઈ, મદ્રાસ અને પૂનામાં થઈ હતી; જીએ પા. ૧૨૫ અને પા. ૯૮. ૨. તુએ પાદટીપ, પા. ૨ ઉપર. ૩. જુએ પા. ૩.