પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૧૮ ગાયાજીના અક્ષરદહ ગિરમીટિયા હિંદીનો પ્રશ્ન “હિંદના પ્રવાસ દરમિયાન તમે ગિરમીટિયા હિંદીઓના પ્રશ્ન વિશે કેવું વલણ અખત્યાર કર્યું હતું ?’ ‘ચોપાનિયાંઓમાં તેમ જ અન્યત્ર મેં અત્યંત ભારપૂર્વક દર્શાવ્યું છે કે નાતાલમાં ગિર મીટિયા હિંદીઓ સાથે જે વર્તન થાય છે તે દુનિયાના બીજા પ્રદેશો કરતાં નથી ખરાબ કે નથી સારું. ગિરમીટિયા હિંદીઓ પ્રત્યે નિર્દય વર્તન થાય છે એવું બતાવવા મેં કદી પ્રયત્ન કર્યો નથી. સામાન્ય રીતે કહીએ તો, પ્રશ્ન હિંદીઓ પ્રત્યે ખરાબ વર્તનનો નથી પણ તેમના પર કાયદાથી લાદેલાં નિયંત્રણોનો છે. ચોપાનિયામાં મેં એમ પણ કહ્યું છે કે હું જે દાખલા આપું છું તે પરથી જણાય છે કે હિંદીઓ પ્રત્યે થતા વર્તાવનું મૂળ સાંસ્થાનિકોના મનમાં તેમની સામે રહેલો પૂર્વગ્રહ છે અને હિંદીઓનું સ્વાતંત્ર્ય મર્યાદિત કરવા સંસ્થાને પસાર કરેલા કાયદાઓને એ પૂર્વગ્રહ સાથે સંબંધ છે તે દર્શાવવા મેં પ્રયત્ન કર્યો છે.” હિંદીઓની કાનૂની ગેરલાયકાતો “મેં તમને કહ્યું કે આ સાંસ્થાનિકોના મનમાં રહેલા પૂર્વગ્રહોનું નિવારણ કરવાના હેતુથી અહીંના હિંદીઓ હિંદ સરકાર, હિંદી જનતા કે ઇંગ્લંડ સરકાર સમક્ષ ધા નાખવા ગયા નથી. હા, મેં એમ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને વધારેમાં વધારે ધિક્કારની દૃષ્ટિએ જોવામાં આવે છે અને તેમના પ્રત્યે ખરાબ વર્તન પણ થાય છે, પરંતુ એ બધું છતાં, આ બાબતોમાં કંઈ સુધારો કરાવવા અમે સરકારને કહેતા નથી, અમે તો હિંદીઓ પર કાયદાથી મુકાયેલાં નિયં- ત્રણી બાબતમાં સુધારો માગીએ છીએ. અમારો વાંધો પૂર્વગ્રહને લીધે પસાર કરેલા ધારાઓ સામે છે, અને તે ધારાઓમાંથી અમે છુટકારો માગીએ છીએ. અર્થાત આ સવાલ તો હિંદીઓને પક્ષે માત્ર સહિષ્ણુતાનો છે. સાંસ્થાનિકોએ, ખાસ કરીને દેખાવો યોજનાર સમિતિએ, જે વલણ લીધું છે તે અસહિષ્ણુતાનું વલણ છે. વર્તમાનપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે આ તો મારી આગેવાની હેઠળ સંસ્થાનને હિંદીઓથી ભરી કાઢવાનો વ્યવસ્થિત પ્રયત્ન છે.’ આ વિધાન તદ્દન ખોટું છે. યુરોપથી આવતા મુસાફરોને પ્રેરણા આપવા સાથે મારે જેટલો સંબંધ હોય તેટલો જ આ મુસાફરોને અહીં લાવવા સાથે છે. મતલબ કે એવો પ્રયત્ન કદી કરવામાં આવ્યો જ નથી.” “મને લાગે છે કે તમે હિંદમાં ચલાવેલી ચળવળની અસર તો ઊલટી જ થાય.” “ચોક્કસ. મારે બદલે કામ કરી શકે એવા કેટલાક મિત્રોને અહીં આવવા મેં સમજાવી જોયા. પણ તેમાં હું તદ્દન નિષ્ફળ નીવડયો છું. તેમણે આવવા ના પાડી.” મુસાફરોની સંખ્યા બાબત અતિશયોક્તિ ‘‘રલૅન્ડ અને નાવરી સ્ટીમરોમાં આવેલા મુસાફરોની સંખ્યા બાબત અતિશયોક્તિ થઈ છે. મારી માહિતી પ્રમાણે બે સ્ટીમર પર ૮૦૦ મુસાફરો નથી. તેમની સંખ્યા કુલ ૬૦૦ છે. તેમાંથી નાતાલ આવનાર માત્ર ૨૦૦ છે, ને બાકીના ડેલાગોઆ બે, મોરિશિયસ, બૂર્બાન અને ટ્રાન્સ- વાલ જનારા છે. હવે આ બસો પૈકી ૧૦૦ નવા છે, ને તેમાં ૪૦ સ્રીઓ છે. એટલે સવાલ માત્ર નવા ૬૦ને દાખલ કરવાનો છે. તે ૬૦ જણ દુકાનદારોના ગુમાસ્તા, વેપારધંધો કરનાર ૧. જીએ પા. ૧૫૫. ૨. જીએ પા. ૬૦, ૬૫-૬૬ અને ૯૧.