પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુરલૅન્ડ સ્ટીમર પર મુલાકાત ૧૧૯ અને ફેરિયા છે. બીજા કોઈ બંદરના મુસાફરોને લાવવા સાથે પણ મારે કશી લેવાદેવા નથી. એવી મતલબનું એક નિવેદન પ્રગટ થયું છે કે સ્ટીમર પર એક છાપખાનાની યંત્રસામગ્રી, ૫૦ લુહાર ને ૩૦ કંપોઝીટર છે. આ સાવ જૂઠી વાત છે. આવી વાત ડરબનના યુરોપિયન કારીગરો અને અન્ય કામદારોની લાગણીઓ ઉશ્કેરવાના આશયથી કરવામાં આવી છે; હકીકતમાં એને કશો પાયો નથી. સંસ્થાનને હિંદીઓથી અને આ પ્રકારના હિંદીઓથી ભરી દેવાનો વ્યવસ્થિત પ્રયત્ન થતો હોય તો દેખાવો યોજનારી સમિતિના નેતા, અને નાતાલમાં હરકોઈ, ચળવળ ઉપાડે— યાદ રાખો કે, બંધારણીય ચળવળ ઉપાડે– એ પૂરેપૂરું ન્યાયી ગણાત; પરંતુ હકીકત એ છે કે વહાણ પર એક પણ લુહાર કે કંપોઝીટર નથી.” કાયદેસર કામ ચલાવવાની ધમકી “પોતાને ગેરકાયદે અટકાયત કરવા બદલ સરકાર સામે કાયદેસર પગલાં લેવાની હું મુસા- ફરોને સલાહ આપું છું એમ પણ કહેવામાં આવ્યું છે. એ વાતને પણ હકીકતમાં કશો જ પાયો નથી. મારું લક્ષ્ય હમેશાં બે કોમો વચ્ચે તકરારનાં બી વાવવાનું નહીં પણ તેમની વચ્ચે સુમેળ કરવાનો પ્રયત્ન કરવાનું છે. પરંતુ એ એવી રીતે કે હિંદીઓને નામદાર સમ્રાજ્ઞીના ૧૮૫૮ના ઢંઢેરાથી જે દરો આપવામાં આવ્યો છે તેથી ઊતરતા દરજ્જો તેમને સ્વીકારવો ન પડે. ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે નામદાર સમ્રાજ્ઞીના સૌ હિંદવાસી પ્રજાજનો સાથે રંગ કે ધર્મના ભેદ- ભાવ સિવાય સમાનતાના પાયા પર વર્તન થશે અને દરેક સાંસ્થાનિકને વિનંતી કરવાનો મને હક છે કે ભલે તે ઢંઢેરામાં દર્શાવેલાં વલણ સાથે સહમત ન હોય, તોપણ તેણે એ વલણ પ્રત્યે સહિ- શુ થવું જોઈએ. સાચું જોતાં, હિંદીઓ સામે કોઈને કો વાંધો ન હોઈ શકે. ધ ઝોનિય પેટ્રિયોટિ યુનિયને (સાંસ્થાનિક દેશભક્ત મંડળે)ર એવાં નિવેદન કર્યાં છે કે કારીગર વર્ગમાં ચિંતા પેઠી છે. હું કહું છું કે યુરોપિયનો અને હિંદીઓ વચ્ચે કશી હરીફાઈ નથી. “એ વાત ખરી કે થોડાક હિંદીઓ અવારનવાર નાતાલ આવે છે, પરંતુ હાલ સંસ્થાનમાં રહેનારની સંખ્યામાં ઘણી અતિશયોક્તિ થઈ છે, અને નવા આવનાર તો ખરેખર બહુ જ જૂજ છે. વળી ઉચ્ચ કક્ષાના યુરોપિયન અને સાધારણ હિંદી કારીગર વચ્ચે કશી હરીફાઈ કેવી રીતે હોય? મારા કહેવાની મતલબ એવી નથી કે યુરોપિયન કારીગરો સાથે હિંદી કારીગર સફળ હરીફાઈ ન કરી શકે. પણ એવા ઉચ્ચ કક્ષાના ખરા હિંદી કારીગરો અહીં આવતા જ નથી, ને જો આવે તો તેમને બહુ કામ ન મળે. જેમ બીજા ધંધાવાળાઓ આવે તો તેમને પણ બહુ કામ ન મળે.” મિ. ગાંધી પાછા કેમ આવ્યા “પાછા આવવામાં તમારો હેતુ શો છે?” “હું અહીં પૈસા પેદા કરવાના ઇરાદાથી નહીં, પણ બે કોમો વચ્ચે નમ્ર દુભાષિયાનું કામ કરવા માટે પાછો આવું છું. બે વચ્ચે બહુ ગેરસમજ પ્રવર્તે છે, ને બંને કોમ મારી હાજરી સામે વાંધો નહીં લે ત્યાં સુધી હું એ દુભાષિયાની જગા પૂરવા કોશિશ કરીશ.” ૧. તુએ પા. ૧૫૫-૬ અને પા. ૧૫૭, ૨. મુક્ત હિંદીઓના દેશપ્રવેશના સામના કરવા નવેમ્બર ૧૮૯૬માં ડરખનના યુરેપિચનાએ સ્થાપેલી સંસ્થા, જુએ યા. ૧૬૯.