પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
ઍટર્ની જનરલને પત્ર

ઍટર્ની જનરલને પત્ર ૧૨૧ મિ. ગાંધી પાસેથી વિદાય લેતી વેળા ખબરપત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે હાલ ડરબનમાં તમારી વિરુદ્ધ બહુ તીવ્ર લાગણી છે. અને તમે કિનારે ઊતરવા નિશ્ચય કર્યો છે એટલે ઊતરતી વખતે ખૂબ સાવધ રહેવા મારી તમને વિનંતી છે. [મૂળ અંગ્રેજી] વિનાતાજ કવર્ટાન્નર, ૧૪-૧-૧૮૯૭ ૨૦. ઍટર્ની જનરલને પત્ર [બુધવાર, જાન્યુઆરી ૧૩, ૧૮૯૭ને દિવસે રન્ડમાંથી ઊતર્યા બાદ થોડે વખતે ગાંધીજી પર, બંદર ઉપર દેખાવો કરનાર ટોળાના એક ભાગે ઘેરી વળીને હુમલો કર્યો હતો, પરંતુ પ્રથમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનાં પત્ની મિસિસ એલેકઝાંડર હિંમતભેર વચ્ચે પડયાં તેથી, ને પછી, જ્યારે ગાંધીજીએ જે ઘરમાં આકાય લીધો હતો તેને ઘેરી લેવામાં આવ્યું ત્યારે એ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની કુનેહને લીધે ગાંધીજી ટોળાને હાથે ટિપાઈ મરતાં બચી ગયા. સંસ્થાન મંત્રી મિ. ચેમ્બરલેને નાતાલ સરકારને તાર કરીને હુમલાખોરો પર કામ ચલાવવા જણાવ્યું હતું, પરંતુ જ્યારે ઍટર્ની જનરલ મિ. એસ્કમ્બે તેમના પર કામ ચલાવવા માટે ગાંધીજીની મદદ માગી, ત્યારે ગાંધીજીએ હુમલાખોરો સામે કશાં પગલાં ન લેવા ઇચ્છા દર્શાવી. તેમનો નિર્ણય લખી આપવા કહેવામાં આવતાં તેમણે તુરત નીચેનો પત્ર લખી આપ્યો, જે પછીથી મિ. ચેમ્બરલેનને મોકલવામાં આવ્યો હતો. બિચ ગ્રોવ, ડરબન, જાન્યુઆરી ૨૦, ૧૮૯૭ પ્રતિ માનનીય હેરી એસ્કમ્બ, ઍટર્ની જનરલ પિટરમેરિત્સબર્ગ સાહેબ, ગયા બુધવારે બનેલા બનાવ પછી મારી ખબર પૂછવાની મહેરબાની કરી તે બદલ તથા ડરબનના અધિકારીઓએ મારા પ્રત્યે ભલી લાગણી દર્શાવી તે બદલ હું આપને તથા સર- કારનો આભારી છું. ગયે બુધવારે કેટલાક માણસોએ મારા તરફ બતાવેલા વર્તન પ્રત્યે કશું ધ્યાન આપવામાં આવે એવી મારી ઇચ્છા નથી તે જણાવવા રજા લઉં છું. એ વર્તનનું કારણ એશિયાઈ પ્રશ્ન સંબંધને હિંદમાં મેં જે કંઈ કર્યું તે બાબત તેમની ગેરસમજ હતી એ વિશે મને શંકા નથી. સરકારને માટે એ જણાવવું જોઈએ કે, આપની સૂચના અનુસાર, બંદરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે મને રાત્રે શાંતિથી નગરમાં પહોંચાડવા કહ્યું હતું, તે છતાં બંદરના પોલીસને ૧. આ પત્રને પાડ એક છાપાની કાપલીમાં પ્રાપ્ય છે. એસ. એન. ૨૧૫૬.