પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બ્રિટિશ એજન્ટને પત્ર
૧૨૩

બ્રિટિશ એજન્ટને પત્ર ૧૨૩ વ્યાખ્યાતાએ સરકારની સહાનુભૂતિ જણાવી તથા કહ્યું સરકાર ટોળાનો સામનો નહીં કરે એમ સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે. વળી કહ્યું બે સ્ટીમર પર નાતાલ આવનારા ૮૦૦ મુસાફર છે. મુખ્યત્વે કારીગરો અને મજૂરો. હિંદીઓથી નાતાલ ભરી દેવાની યોજના. સ્ટીમર પર છાપકામની સામગ્રી વગેરે. આવાં વિધાનોથી ચળવળને મળેલી ઉત્તેજના વધી. લોકો ભડકયા. વસ્તુત: મુસાફરો માત્ર ૬૦૦ ને નાતાલ માટે ૨૦૦થી વધુ નહીં – વેપારી, ગુમાસ્તા, જૂના રહેવાસીનાં સગાં બૈરીછોકરાં. વસાહત ભરી દેવાની કોઈ યોજના નથી. છાપકામની સામગ્રી નથી. સરકારે નીમેલી કવૉરૅન્ટીન કમિટીના એક સભ્યે ટોળાના છઠ્ઠા વિભાગની આગેવાની લીધી. ચેતવણી (આપવામાં આવી). ડરબનના હજારો લોકોનો વિરોધ ન સહન કરવો હોય તો હિંદ પાછા ફરો. કુરલૅન્ડ પર ગાંધીને માં પર ડામર ચોપડવાની, પીંછાં ઘોંચવાની, ટીપી નાખવાની ધમકી. સ્ટીમરોના એજન્ટોએ કવૉરૅન્ટીન નાખવાની ગેરકાયદેસરતા બતાવી. સરકાર પાસે પ્રવાસીઓ માટે રાહત અને રક્ષણ માગેલું. એજન્ટોના પત્રની તેરમીના દેખાવો થઈ જતાં લગી ઉપેક્ષા કરવામાં આવી. “જરૂર પડયે બળજબરીથી પ્રવાસીઓને ઊતરતા અટકાવવા” સરકારી રેલવે કર્મચારીઓ સ્વયં- સેવકો ૩૦૦ લાઠીધારી કાફી સહિત હજારો લોકો ફુરજા આગળ એકઠા થયા હતા. સંરક્ષણ પ્રધાને સ્ટીમરો કિનારે આણી, ટોળાને સંબોધ્યું, ટોળું વીખરાઈ ગયું. પ્રવાસીઓને સહીસલામતીની ખાતરી અપાઈ. બપોર પછી કેટલાક ઊતર્યા, બીજા બીજે દિવસે. સરકારે ગાંધીને રાત્રે શાંતિથી ઉતારવા દરખાસ્ત કરી. ઍડ્વોકેટ લૉટન સાથે તેઓ સાંજના ઊતર્યા, ધક્કામુક્કી થઈ, ટોળાએ હુમલો કર્યો. પોલીસે છોડાવ્યા, વર્તમાનપત્રો દેખાવાને વખોડે છે, કબૂલે છે કે ચળવળખોરો ખોટાં વિધાનોથી દોરાયા. ગાંધીને સાચા કહે છે. કેટલાંક વર્તમાનપત્રોને સરકાર તથા ચળવળખોરો વચ્ચે સંતલસનો શક. મુસાફરોને ભારે હાનિ પહોંચી છે. સરકાર ધ્યાન નથી આપતી. કવૉરેન્ટીન દર- મિયાન કૉરેન્ટીન રાહત ફંડ તરફથી પથારી, સીધું આપવામાં આવ્યું. હિંદી વિરોધી ધારા ઘડવા સરકાર ઈંગ્લેંડ સરકાર સાથે પત્રવ્યવહાર કરી રહી છે. મહેરબાની કરીને તકેદારી રાખશો. [મૂળ અંગ્રેજી] દફતર નકલની છબી પરથી, એસ. એન. ૧૮૮૩, નામદાર બ્રિટિશ એજન્ટ, પ્રિટોરિયા સાહેબ, ૨૨. બ્રિટિશ એજન્ટને પત્ર [સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ, ડરબન ] નાતાલ, જાન્યુઆરી ૨૯, ૧૮૯૭ ચાર્લ્સટાઉન થઈને ટ્રાન્સવાલ જવા ઇચ્છતા ઘણા હિંદીઓને સરહદ ઓળંગતાં મુશ્કેલી પડે છે. થોડા દિવસ પર, જે હિંદીઓ પાસે ૨૫ પાઉન્ડ હતા તેમને ટ્રાન્સવાલમાં પોતાને ઇચ્છિત સ્થળે જવા સરહદ પરના અમલદારે રજા આપી હતી. હવે એમ કહેવાય છે કે પહેલાં ભલે કેટલાક લોકો સરહદ ઓળંગી ગયા હોય, પરંતુ હવે સરહદ પરના અમલદાર હિંદીઓને