પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૨૬ ગાંધીજીનો અક્ષરદેહ બાબત શું કરવું તે વિષે રિપોર્ટ કરવા સરકારે એક સિમિત નીમી હતી, તે સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, ધૂણી વગેરે આપ્યા બાદ બાર દિવસની કવૉરેન્ટીનની જરૂર પડશે. અધિ કારીએ એ દરમ્યાન ધૂણી કરવા તથા જંતુનાશક દવા છાંટવા બાબત સૂચનાઓ આપી. સૂચના ઓનો અમલ કરવામાં આવ્યો. આ પછી છ દિવસે દરેક સ્ટીમર પર એક અધિકારીને ધૂણી વગેરે કામની તપાસ રાખવા મૂકો. તે બાદ આરોગ્ય અધિકારી ફરી આવ્યો ને તે દિવસથી બાર દિવસની કૉરૅન્ટીન નાખી. સમિતિનું નિવેદન વાજબી હતું એમ ગણીએ તોપણ, બાર દિવસની કવૉરૅન્ટીન શરૂ કરતા પહેલાં ચોખ્ખા અગિયાર દિવસ બગડયા. સ્ટીમરો આમ બહારના લંગર સ્થાનમાં નાંગરેલી હતી તે દરમિયાન એક સ્થાનિક કસાઈ મિ. હૅરી સ્પાર્શે — તે સ્વયંસેવક દળની નાતાલ માઉન્ટેડ રાઇફલ ટુકડીનો કૅપ્ટન છે—પોતાની સહીથી એક પત્રિકા બહાર પાડી તેમાં “બંદર પર જઈને એશિયાઈઓના ઉતરાણનો વિરોધ કરવા સારુ દેખાવો કરવાની યોજના કરવા માટે જાન્યુઆરી ચોથી તારીખે યોજવામાં આવેલી જાહેર સભામાં દરેક ડરબનવાસીને હાજર રહેવા”૧ હાકલ કરવામાં આવી હતી. સભામાં ઘણી મોટી હાજરી હતી અને તે ડરબન ટાઉનહૉલમાં ભરવામાં આવી હતી. પરંતુ એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે યુરોપિયન સમાજનો પ્રમાણમાં વધારે સમજુ વર્ગ આ ચળવળથી અલગ રહ્યો છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ ઉપર જણાવેલાં મંડળોએ પણ ચળવળમાં ભાગ લીધો નહોતો. ઉપરોક્ત સમિતિના એક સભ્ય ડૉ. મૅકેન્ઝી જે નેવલ કાર્બિનિયર્સના કૅપ્ટન છે, તથા એક સ્થાનિક સૉલિસિટર મિ. જે. એસ. વાઇલી, જે ડરબન લાઈટ ઈનફન્ટ્રીના કૅપ્ટન છે, એ બે જણ મુખ્ય આગેવાનો હતા. સભામાં ઉશ્કેરણીભર્યાં ભાષણો થયાં હતાં. સભામાં સંસ્થાનને ખર્ચે બંને સ્ટીમરોના મુસાફરોને હિંદ પાછા મોકલવા સરકાર પાસે માગણી કરતો ઠરાવ કરવામાં આવ્યો. ઉપરાંત “આ સભામાંનો દરેક માણસ કબૂલ કરે છે અને, આગળ દર્શાવેલા ઠરાવને અમલમાં મૂકવા સરકારને મદદ કરવાના હેતુથી, દેશની માગ હશે તે પૂરી કરવા બંધાય છે તથા, આવશ્યક જણાશે તો, તેને જ્યારે કહેવામાં આવશે ત્યારે બંદર ઉપર હાજર થશે.” એવું ઠરાવવામાં આવ્યું હતું. સભાએ એમ પણ સૂચવ્યું કે કૉરૅન્ટીનની મુદતમાં વળી વધારો કરવો ને વધારો કરવા માટે, જો આવશ્યક જણાય તો, ખાસ બેઠક બોલાવવી. મારા નમ્ર અભિપ્રાય મુજબ, આ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે પહેલાં જે કવૉરેન્ટીન નાખવામાં આવી હતી તેનો આશય હિંદીઓને કંટાળો આપવાનો, હેરાન કરવાનો હતો જેથી તેઓ થાકીને હિંદ પાછા જાય. આ ઠરાવોનો તારથી જવાબ આપતાં સરકારે જણાવ્યું કે “નામદાર સમ્રાક્ષીની રૈયતના કોઈ વર્ગને વસાહતમાં ઊતરતાં અટકાવવા માટે કવૉરૅન્ટીનના કાયદાઓથી મળતી સત્તાથી ભિન્ન” કોઈ સત્તા અમને નથી. તારમાં ઉપરના બીજા ઠરાવમાં સૂચવેલાં પગલાંને પણ સરકારે વખોડી કાઢયાં. ત્યાર બાદ ટાઉનહૉલમાં બીજી સભા ભરવામાં આવી. મિ. વાઇલીએ ઠરાવ મૂકો કવૉરૅન્ટીન લંબાવવા માટે ખાસ બેઠક બોલાવવી. એ ઠરાવ પસાર થયો. એમના ભાષણના નીચે આપેલા ફકરા મહત્ત્વના છે: “સમિતિએ કહ્યું હતું કે જો સરકાર કંઈ નહીં કરે તો ડરબન નગરે પોતે કંઈક કરવું જોઈશે. અને બળ એકત્ર કરી બંદર ઉપર જઈને, જોવું જોઈશે કે શું થઈ શકે તેમ છે. એથી આગળ જઈને સિમિતએ એમ પણ કહ્યું હતું: ‘અમે માની લઈએ છીએ ૧. જાએ પા. ૧૪૪. ૨. જીએ પા. ૧૪૬–૯.