પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ડબલ્યુ. ડબલ્યુ. હન્ટરને પત્ર
૧૪૩

ડબલ્યુ. ડબલ્યુ. હન્ટરને પત્ર ૧૨૭ કે આ સંસ્થાનની સરકાર તથા સત્તાના પ્રતિનિધિ તરીકે તમારે અમારો સામનો કરવા લશ્કરી બળ લાવવું પડશે.’ ઍટર્ની જનરલ અને સંરક્ષણ પ્રધાન મિ. ઍસ્કમ્બે કહ્યું કે ‘અમે એવું કંઈ કરવાના નથી. અમે તમારી સાથે છીએ ને તમારો વિરોધ કરવા એવું કાંઈ કરીશું નહીં. પરંતુ, જો તમે અમને એવી સ્થિતિમાં મૂકશો તો અમારે સંસ્થાનના ગવર્નર પાસે જઈ કહેવું પડશે કે અમે રાજવહીવટ ચલાવી શકીએ એમ નથી; માટે રાજ્યની લગામ તમે સંભાળી લો. તમારે બીજા પ્રધાનો શોધી કાઢવા જોઈશે.’” બીજો ઠરાવ એવો હતો કે “હિંદીઓ આવે ત્યારે આપણે દેખાવો કરતા બંદર પર જઈશું, પણ દરેક જણ પોતાના નેતાઓના હુકમ પાળવા માટે બંધાય છે.” વક્તાઓએ શ્રોતાઓને ખાસ કરીને મારી સામે ઉશ્કેર્યા, સહીઓ માટે એક પત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તેનું મથાળુ આ પ્રમાણે હતું : “બંદર પર જઈને એશિયાઈઓના ઉતરાણનો, જો આવશ્યક હોય તો, બળજબરીથી સામનો કરવા તથા નેતાઓ જે કોઈ હુકમો આપે તે પાળવા ઇચ્છતા હોય તેવા સભ્યોની (ધંધો રોજગાર જણાવતી) યાદી.” ચળવળના બીજા પગથિયા તરીકે દેખાવો યોજનાર સમિતિએ મુરલૅન્ડના કપ્તાનને આખરીનામું મોકલ્યું કે સંસ્થાનને ખર્ચે મુસાફરોએ હિંદ પાછા જવું, અને જો તેઓ એમ નહીં કરે તો હજારો ડરબન- વાસી તેમના ઉતરાણનો સામનો કરશે. આની સદંતર ઉપેક્ષા કરવામાં આવી. આમ જ્યારે ચળવળ વધતી જતી હતી ત્યારે સ્ટીમરના એજન્ટોએ સરકાર સાથે પત્ર- વ્યવહાર કરીને મુસાફરોના રક્ષણની માગણી કરી. તા. ૧૩ના રોજ સ્ટીમર બંદરમાં લાવવામાં આવી ત્યાં સુધી આનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં. તારની નકલ આ સાથે બીડી છે, તેમાં હવે બહુ ઉમેરવાનું રહેતું નથી. મારા પર થયેલા હુમલાના સંબંધમાં જણાવવાનું કે એ મારે વિષે વર્તમાનપત્રોમાં જે ગેરરજૂઆતો પ્રસિદ્ધ થઈ હતી તેનું પરિણામ હતું. ખુદ હુમલો તો બે- જવાબદાર મનુષ્યોનું કામ હતું, અને હુમલા પૂરતું કંઈ ધ્યાન આપવાની જરૂર નથી. અલબત્ત, હું ટિપાઈ મરતો માંડ માંડ બચ્યો. મારી જગ્યાએ બીજા કોઈએ ન કર્યું હોત એવું કશું મે કર્યું નથી, એમ વર્તમાનપત્રો એકમતે કહે છે. હું એ પણ કહી દઉં કે હુમલા બાદ સરકારી અમલ- દારોએ મારા તરફ માયાળુ વર્તન દાખવ્યું હતું તથા મને રક્ષણ આપ્યું હતું. હવે સરકાર આવતા માર્ચમાં હિંદીઓના પ્રવેશને નિયંત્રિત કરવા કાયદા કરવાનો ઇરાદો રાખે છે. વેપાર કરવાના પરવાના કઢાવતાં, સ્થાવર મિલકતના માલિક થતાં, ઇત્યાદિ કામ કરતાં હિંદીઓને અટકાવવા માટે નગરપાલિકાઓ સરકાર પાસે વિશાળમાં વિશાળ સત્તાઓ માગ્યા કરે છે. પરિણામ શું આવશે એ કહેવું મુશ્કેલ છે. અમારી એકમાત્ર આશા આપ તથા લંડનમાં અમારા હિતમાં કામ કરનાર સજ્જનોમાં રહી છે. ગમે તેમ હો, એ વખત તો આવી લાગ્યો છે કે જ્યારે હિંદ બહાર જતા હિંદીઓ સંબંધમાં ઇંગ્લંડની સરકારે પોતાની નીતિ બાબત કંઈક જાહેરાત કરવી જોઈએ. વર્તમાન સંજોગોમાં સરકારી મદદથી નાતાલમાં મજૂરો લાવવાનું ચાલુ રહે એમાં મોટી વિસંગતિ જણાય છે. એશિયાઈઓથી સંસ્થાન દબાઈ જાય એવો બિલકુલ ભય નથી. હિંદી અને યુરોપીય કારીગરો વચ્ચે કોઈ હરીફાઈ નથી. લગભગ એમ કહી શકાય કે નાતાલ આવનાર દરેક હિંદી દીઠ એક હિંદી પાછો હિંદુસ્તાન જાય છે. મિ. ચેમ્બરલેનને મોકલવા માટે એક વિનંતીપત્ર તૈયાર થાય છે, તેમાં આ આખી બાબત પૂરેપૂરી ચર્ચવામાં આવશે. તે દરમિયાન ૧. જીએ પા. ૧૨૨. ૨. જીએ પા. ૧૩૫.