પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૨૮ ગાંધીજીનો અક્ષરદેહ આ પત્ર આપને પાછલા બનાવોનો ટૂંકસાર આપવા માટે લખ્યો છે. અમે જાણીએ છીએ કે આપનો સમય બીજાં કામમાં ઘણો રોકાયેલો હોય છે. પરંતુ, અમારાં દુ:ખ વર્ણવી આપને તસ્દી આપવા ગમે તેટલી અનિચ્છા છતાં, જો અમારે ન્યાય મેળવવો હોય તો અમારે માટે આ સિવાય બીજો ઉપાય નથી. નાતાલવાસી હિંદી કોમ વતી આપનો આભાર માનતો, [મૂળ અંગ્રેજી] દફતર નકલની છબી પરથી: એસ. એન. ૧૯૬૭. આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી ૨૪. હિંદના દુકાળ ૧૮૯૬-૯૭માં હિંદમાં પડેલા દુકાળને માટે રાહત ફંડમાં ફાળો ભરવા માટે બ્રિટિશ સંસ્થા- નોના લોકોને મધ્યસ્થ દુકાળ સમિતિ, કલકત્તા તરફથી વિનંતી કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં આ તથા આ પછી આવતી ત્રણ અપીલો દક્ષિણ આફ્રિકામાં જુદા જુદા વર્ગના લોકોને ઉદ્દેશીને બહાર પાડવામાં આવી હતી.] તંત્રી ધિ નાતાળ મયુંરી સાહેબ, ડરબન, ફેબ્રુઆરી ૨, ૧૮૯૭ " હિંદના દુકાળ વિષે હું થોડું કહેવા સાહસ કરું છું. એ દુકાળરાહતમાં ફાળો આપવા બ્રિટિશ સંસ્થાનોને અપીલ કરવામાં આવી છે. કદાચ સામાન્ય રીતે લોકોની જાણમાં નહીં હોય કે હિંદના રાજામહારાજાઓની દોલતનાં અતિશયોક્તિભર્યાં વર્ણનો કરવામાં આવે છે, છતાં હિંદ, દુનિયામાં ગરીબમાં ગરીબ દેશ છે. હિંદના ઉચ્ચતમ અધિકારીઓ કહે છે કે “બાકીનો (બ્રિટિશ હિંદની વસ્તીનો) પાંચમો ભાગ એટલે કે ૪,૦૦,૦૦,૦૦૦ લોકોને આખી જિંદગી પૂરતો ખોરાક મળતો નથી.” આ બ્રિટિશ હિંદની સામાન્ય સ્થિતિ છે. સામાન્ય રીતે દર ચાર વરસે હિંદમાં દુકાળ પડે છે. ગરીબાઈથી પીડાતા એ દેશમાં એવે વખતે લોકોની કેવી દશા થતી હશે એ કલ્પવું મુશ્કેલ ન હોવું જોઈએ. માતાઓ પાસેથી બાળકો ચૂંટવાય છે ને પતિઓ પાસેથી પત્ની. આખા ને આખા પ્રદેશો ઉજ્જડ થઈ જાય છે. અને અત્યંત ઉદાર સરકાર તરફથી સાવચેતીનાં પગલાં લેવાવા છતાં આ બને છે. હમણાં હમણાંના દુકાળોમાં ૧૮૭૭–૭૮નો કાળ અત્યંત કપરો હતો. દુકાળ કમિશનરો મરણપ્રમાણ બાબત નિવેદન કરે છે: “એવો અંદાજ, અને અમારા અભિપ્રાય પ્રમાણે સાચો અંદાજ કાઢવામાં આવ્યો છે કે ૧૮૭૭ અને ૧૮૭૮નાં વરસો દરમિયાન દુકાળ અને અનાવૃષ્ટિના સમયમાં બ્રિટિશ હકૂમત નીચેના પ્રાંતોમાં થયેલાં