પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૫. હિંદુસ્તાનમાં ધાર દુકાળ [નીચેની અપીલ ડરબનવાસી હિંદી સમાજને સંબોધેલી છે. એ અપીલ સાથે નાતા sવર્ટાસરમાં પ્રસિદ્ધ થયેલા હેવાલ પરથી જણાય છે કે ડરબનના નગરપતિએ દુકાળ રાહત માટે ફાળો ભરવા જણાવ્યું તે પછી તરત ફેબ્રુઆરી ૩ને રોજ હિંદીઓની સભા બોલાવવામાં આવી હતી અને શરૂઆત તરીકે ૭૦૦ પાઉન્ડ ભરાયા હતા. મેરિત્સબર્ગ, ન્યૂકેસલ, લેડીસ્મિથ, ચાર્લ્સટાઉન અને અન્ય મથકોમાં ઉઘરાણું કરવા સમિતિ નીમવામાં આવી હતી. ફેબ્રુઆરી ૪ને રોજ સિમિત મળી ને આ અપીલ વર્તમાનપત્રોને પ્રસિદ્ધિ અર્થે મોકલવામાં આવી. બ્રુિઆરી ૩, ૧૮૯૭]º વહાલા દેશીઓ — 1 આપણે ખાવુંપીવું હંમેશાં મજેથી કરીએ છીએ પણ હિંદુસ્તાનમાં લાખો માણસ ભૂખે મરી જાય છે એ બાબત પર આપણે વિચાર કરવો જરૂરનો છે. આપણા દેશ પર દુકાળનો મોટો કોપ થયો છે તે તો તમારી જાણમાં હશે. કરોડો ભૂખે મરતાઓને મદદ કરવાને બ્રિટિશ રાજ્યના દરેક ભાગમાં મદદ સારુ માગણીઓ થઈ રહી છે. સારા વખતમાં પણ હિંદુ- સ્તાનમાં કમમાં કમ ચાર કરોડ આદમીને પૂરું ખાવા મળતું નથી તો આવા ભયંકર વખતમાં કેટલા લોકો ભૂખથી પીડાતા હશે તેનો વિચાર તમે જ કરી જુઓ. આવી વખતે એ ભૂખે મરતા ગરીબ લોકોને સારુ આપણાથી જેટલી બને તેટલી મદદ કરવી એ શું આપણી ફરજ નથી? જો કોઈ એમ કહે કે મેં તો કાલે જ ફલાણા ફંડમાં અમુક રકમ ભરી છે તો તે કહેવું તદ્દન ગેરવાજબી છે. તમારા આંગણા પર કોઈ માણસને ભૂખે મરતો જુઓ તો તમારાથી એમ નહીં કહેવાશે કે કાલે જ પૈસા આપ્યા એટલે આને તો મરવા દઈએ. એમ કહેવાને બદલે એ મરતા માણસને સારુ તમારાથી જેટલું બનશે તેટલું તમે જરૂર કરશો જ. તમારા દરવાજાની આગળ માણસ પડયો તેમાં અને હિંદુસ્તાનમાં કરોડો મરવા પડયા છે તેમાં તફાવત એટલો જ છે કે હિંદુસ્તાન તમારાથી દૂર છે પણ હિંદુસ્તાનમાં જેટલા છે તેને સુખે સુખી અને તેને દુ:ખે આપણે દુ:ખી છીએ. આવે વખતે વળી એમ કહેવું કે આટલા બધા માણસોને સારુ આપણે ગમે તેટલું આપીએ પણ તે લેખામાં આવશે નહીં એ બહુ ગેરવાજબી છે. એમ જો દરેક આદમી કહે તો તે દુખિયારા લોકને કંઈ પણ મદદ મળે નહીં. આપણામાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો દરેક આદમી પોતાના ગજા પ્રમાણે પોતાની ફરજ ધરી બનતું આપશે તો તે પીડાતા લોકોને કામ લાગશે એમાં કંઈ જ શક નથી. તમે જો તવંગર નહીં હો પણ મોજ- શોખનો અથવા ઊંચાં કપડાં અને દાગીનાનો શોખ રાખતા હો તો એ ચીજો માણસને જરૂરની ૧. દેખીતી રીતે જ હિંદમાં દુકાળથી પીડાતા લુક માટે નાણાં ભરવાની આ અપીલ ફેબ્રુઆરી કને દિવસે કે તે પહેલાં ઘડવામાં આવી હતી, અને તે તારીખે મળેલી સામાન્ય સભાએ અગર ફેબ્રુઆરી ૪ના રાજ મળેલી સમિતિએ સ્વીકારી હતી. સાબરમતી સંગ્રહાલયમાંની દફ્તર નકલો પરથી તથા સર ક્રાન્સિસ મેકલીન પર ગાંધીજીએ લખેલા પત્ર (ન્નુએ પા, ૨૩૯ ) ઉપરથી પુરાવે! મળે છે કે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓમાં વપરાતી વિવિધ ભાષાઓમાં પણ એ અપીલ બહાર પાડી હતી.