પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

પ્રતિ શ્રી જે. બી. રૉબિન્સન, જોહાનિસબર્ગ સાહેબ, ૨૬. જે. બી. રાખિન્સનને પત્ર વેસ્ટ સ્ટ્રીટ, ડરબન, ફેબ્રુઆરી ૧૮૯૭ જોહાનિસબર્ગના બ્રિટિશ કોમના નેતા તરીકે આપની સમક્ષ અમે નાતાલની હિંદી કોમના પ્રતિનિધિઓ એક બાબત માનપૂર્વક રજૂ કરવા રજા લઈએ છીએ, જેને, અમને વિશ્વાસ છે કે, આપનો સંપૂર્ણ ટેકો તથા સહાનુભૂતિ છે. હિંદનો હાલનો દુકાળ પાછલા બધા દુકાળને ટપી જાય છે. ભૂખમરો અને તેમાંથી પરિણમતાં અનિષ્ટોને લીધે લોકો જે ભયાનક સ્થિતિમાં આવી પડયા છે તે હિંદના દુકાળના ઇતિહાસમાં અજોડ છે. આ દારુણ દુ:ખ એટલું વ્યાપક છે કે જનતાએ તથા સત્તાધારીઓએ હિંદીઓને વધારેમાં વધારે દાન આપવા વિનંતી કરી છે. હિંદના સર્વ ભાગમાં રાહતફાળા માટે સમિતિઓ યોજાઈ છે, પણ સંકટની વધતી જતી ભરતીને રોકવા તે સંપૂર્ણપણે અપૂરતી જણાઈ છે. પીડાતી ગરીબ જનતા માટે જીવજાનથી કામ કરનારાઓના પ્રયત્નો છતાં લોકો ઝપાટાબંધ મરણશરણ થતા જાય છે. હિંદ સરકાર તેમ જ લોકો આ ભયંકર આતનો અસરકારક સામનો કરી શકે એમ નથી. અને ઇંગ્લંડની જનતાએ મદદ આપવા પોતાનો તત્પર હાથ લંબાવ્યો છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ બાબત ઇંગ્લંડનાં વર્તમાનપત્રોએ ગંભીરતાપૂર્વક હાથ ધરી છે, અને આપ જાણો છો કે તે માટે એક ‘મેન્શન હાઉસ’ ફંડ શરૂ કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે પર- દેશોએ પણ મદદનાં વચન આપ્યાં છે. સંભવત:, હિંદના દુષ્કાળોના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે કે જ્યારે વસાહતી સંસ્થા- નોને રાહતફંડો ખોલવાની વિનંતી કરવામાં આવી છે, અને અમને શંકા નથી કે ભૂખે મરતા પોતાના કરોડો બાંધવ-પ્રજાજનોનાં ભયાનક કો ઘટાડવા પોતાનાથી બનતી આર્થિક મદદ કરવા માટે દરેક વફાદાર બ્રિટિશ પ્રજાજન પોતાને મળેલી આ તકનો ખુશીથી લાભ લેશે. મધ્યસ્થ સમિતિ વતી બંગાળના વડા ન્યાયાધીશના કલકત્તાથી કરેલા તારના જવાબમાં અત્રેના નગરપતિએ પોતાની જવાબદારી સમજીને અને પોતાની ફરજ માનીને અહીં કથારનું ફંડ શરૂ કરી દીધું છે. દુનિયાના સઘળા ભાગોમાં હિંદીઓએ સક્રિય પ્રયત્નો શરૂ કર્યા છે અને ૧. આ પૂર્વે આપેલી અપીલમાં જણાવેલી સમિતિના સભ્યોએ આ પત્ર નીચે સહી કરી હતી. ૨. લંડનના નગરપતિનું હોદ્દાની રૂએ નિવાસસ્થાન. ૩. જીએ પા. ૨૭૯.