પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
ડરબનના પાદરીઓને

ડરબનના પાદરીઓને ૧૩૩ એકલા ડરબનમાં ગઈ કાલ લગીમાં આશરે ૭૦૦ પાઉન્ડ ઉઘરાવ્યા છે. તેમાં બે પેઢીઓએ દરેકે સો પાઉન્ડથી ઉપર ને ત્રીજીએ પંચોતેર પાઉન્ડ ભર્યા છે. ઉઘરાણું આશરે ૧,૫૦૦ પાઉન્ડ થશે એવી આશા રાખવા માટે સારો આધાર છે, સાહેબ, અમે આપની સમક્ષ નિવેદન કરવાની છૂટ લીધી છે કારણ કે આપ અમારા ધ્યેય અને ઉદ્દેશ તરફ સહાનુભૂતિ દાખવો એવો અમને વિશ્વાસ છે. તેથી એક રાહતફંડ શરૂ કરવા આપને વિનંતી કરીએ છીએ. આપની અમાપ લાગવગ તથા કાર્યશક્તિને લીધે, એ નિ:શંક છે કે વર્તમાન દુકાળનાં ભયંકર પરિણામથી લાખો દુ:ખી લોકને છોડાવવા માટે હિંદની જનતા જે પ્રયત્નો કરે છે તેમાં આપ સંગીન મદદ કરી શકવાની સ્થિતિમાં છો. અને અમને ચોક્કસ લાગે છે કે દક્ષિણ આફ્રિકાના અન્ય ભાગો મળીને જે કરી શકે તેથી અઢળક સંપત્તિ- વાળું જોહાનિસબર્ગ આ બાબતમાં ઘણું વધારે કરી શકે. અહીં અમે એ કહેવાની રજા લઈએ કે દક્ષિણ આફ્રિકાના જુદા જુદા ભાગોમાં વસતા હિંદીઓને આ બાબતમાં પોતાથી બનતું બધું કરી છૂટવાની અમે અપીલ કરી છે. આપ આ વિનંતી પર વિના વિલંબે ધ્યાન આપશો, એવી આશા સેવતા તથા આપનો કીમતી સમય રોકવા માટે ક્ષમા યાચતા, અમે છીએ, સાહેબ, આપના આજ્ઞાંકિત સેવકો [મૂળ અંગ્રેજી ગાંધીજીના હસ્તાક્ષરમાં લખેલી દફ્તર નકલ પરથી: એસ. એન. ૧૯૯૬, ૨૭. ડરબનના પાદરીઓને બીચ ગ્રોવ, ડરબન, ફેબ્રુઆરી ૬, ૧૮૯૭ પ્રતિ . . ડરબનના મેયરે ખોલેલા હિંદ દુષ્કાળ ફંડ બાબત હું આપને લખવા ઇચ્છું છું. ગઈ કાલે મેયરે ટાઉન કાઉન્સિલમાં એ મતલબનું કહ્યું હતું કે અત્યાર સુધીમાં માત્ર એક યુરોપિયને એમાં ફાળો ભર્યો છે, એ તરફ હું આપનું નમ્રતાપૂર્વક ધ્યાન ખેંચું છું. પૂરતા પોષણને જ અભાવે મરવું પડે એ સ્થિતિમાં આવી પડેલા લાખો હિંદીઓની યાતનાઓનું વર્ણન કરવાની ભાગ્યે જરૂર હોય. મયુંરી પત્રના તા. ૩ના અંકમાં આવેલો મારો પત્ર જોવા આપને મારી વિનંતી છે. એથી આપને આજે હિંદને માથે આવી પડેલા ભારે સંકટનો કંઈક ખ્યાલ આવશે. ૧. અત્રે ગાંધીજીએ કરેલા ઉલ્લેખ એ વર્તમાનપત્રમાં તા. ૪ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયેલા પાતાના ફેબ્રુઆરી રના પત્રના છે, એ સ્પષ્ટ છે. જીએ પા. ૧૨૮-૯,