પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ રસ્તે ચાલતો માણસ તેનો તિરસ્કાર કરે છે, તેને ગાળો દે છે, તેના પર થૂંકે છે અને વારંવાર તેને રસ્તાની બાજુ પર આવેલી પગે ચાલવાની પગથી પરથી ધક્કો મારીને હડસેલી દે છે. તેને ગાળ આપવાને સારુ છાપાંઓને ઉત્તમ અંગ્રેજી શબ્દકોશમાંથી પણ પૂરતો સખત શબ્દ જડતો નથી. થોડા દાખલા` આપું. “સમાજના ખુદ મર્મને કોરી ખાનારો અસલ કીડો,” “પારકી મહેનત પર જીવનારા આ વાંદા;” “લુચ્ચા, ભૂંડા, ઠગ, અર્ધા જંગલી એશિયાઈઓ;” “કાળી, ને પાતળી ચીજ જે ચોખ્ખાઈથી કયાંયે દૂર એનું જ નામ છે શાપિત હિંદુ;” “તેનામાં દુર્ગુણનો પાર નથી, તે ચોખા ખાઈને જીવે છે. . . . હું તે હિંદને મારા અંતરથી શાપ આપું છું;” “સચ્ચાઈ વિનાની જીભવાળા, અને જાતજાતનાં કપટવાળા, હીન કુલીઓ;” બધાં છાપાંઓ લગભગ એકમત થઈને હિંદીને તેના અસલ નામથી ઓળખાવવાનો ઇન્કાર કરે છે. તે બધાં તેનો કાં તો “રામસામી’ કાં તો “મિ. સામી,” “મિ. કુલી;” અથવા “મિ. બ્લૅક મૅન” (મિ. કાળા) કહીને ઉલ્લેખ કરે છે. અને આ બધાં અપમાનજનક નામો એટલાં બધાં સામાન્ય થઈ પડયાં છે કે તે (કંઈ નહીં તો તેમાંનું એક ‘કુલી’) અદાલતોનાં પવિત્ર ધામોમાં પણ વપરાય છે અને બધા હિંદીઓને માટેનું કાયદેસરનું યોગ્ય નામ હોય તેમ ‘કુલી’ નામથી હરકોઈની માફક વકીલો ને ન્યાયાધીશો પણ તેમનો ઉલ્લેખ કરે છે. જાહેર કાર્ય- કરો પણ એ શબ્દોનો છૂટથી ઉપયોગ કરે છે. જેમની પાસેથી વધારે સમજની અપેક્ષા સહેજે રાખી શકાય તેવા લોકોના મોઢામાંથી પણ ‘કુલી કલાર્ક’ (કારકન) એવું દુ:ખદ વેણ નીકળતું વારંવાર મારા સાંભળવામાં આવ્યું છે. ટ્રામગાડીઓ હિંદીઓને સારુ નથી. રેલવેના અમલદારો હિંદીઓને ઢોર ગણીને તેમની સાથે કામ લે છે. હિંદી ઉતારુ ગમે તેટલો સ્વચ્છ ને સુઘડ હોય તોપણ તેના દેખાવમાત્રથી સંસ્થાનમાં તો હરેક ગોરો એવો સુગાઈ જાય છે કે થોડા વખતને સારુ પણ તેની સાથે એક ખાનામાં બેસવામાં વાંધો લે છે. હોટેલોનાં બારણાં તેમને માટે બંધ હોય છે. હિંદી ગમે તે દરજજાના હોય પણ જાહેર સ્નાનઘરોમાં તેમને પેસવા દેવામાં આવતા નથી. . . . રોજગાર વગરના રઝળુ લોકોને માટેનો કાયદો નાહકનો જુલમનું નિમિત્ત બને છે અને ઘણી વાર આબરૂ- દાર હિંદીઓને ઘણી કફોડી દશામાં મૂકી દે છે. is આ અવતરણ મેં આપ્યું છે કેમ કે એ નિવેદન દોઢેક વરસથી દક્ષિણ આફ્રિકાની જનતા સમક્ષ છે, એના પર ત્યાંના લગભગ દરેક વર્તમાનપત્રે છૂટથી વિવરણ કર્યું છે ને એનો કાંય ઇન્કાર થયો નથી. (અરે, એક વર્તમાનપત્રે તો એના પર પોતાની સંમતિની મહોર સુધ્ધાં મારી છે.) વળી, આ ગાળા દરમિયાન મારા જોવામાં એવું કશું આવ્યું નથી, જેથી મારે મારો એ ખ્યાલ બદલવો પડે. છતાં, માનનીય શ્રી ચેમ્બરલેને માનનીય શ્રી દાદાભાઈનીપ આગેવાની હેઠળ તેમને મળવા ગયેલા પ્રતિનિધિમંડળ આગળ નિવેદનના હેતુ પ્રત્યે પૂરો સમભાવ તો ૧. મૂળ અંગ્રેજી પ્રતમાં સૅમ્પક્ષ રાખ્યું છે, જેને અર્થ નમૂના થાય. ૨. મૂળ પ્રતમાં રામસામી’ અને ‘સામ્મી’ છે. ૩. મૂળ પ્રતમાં અહીં બે વાકો છે. તે લીલા ચેાપાનિયામાં છેડી દેવામાં આવ્યાં છે, જીએ પુસ્તક ૧, પા. ૧૨, ૪. અહીં પણ મૂળમાંથી એક વાકથ છેાડી દેવામાં આવ્યું છે, એજન, પા. ૧૬૦. ૫. દાદાભાઈ નવરાછ