પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ હું માનું છું કે [કાલે]↑ દેવળમાં આપની વ્યાસપીઠ પરથી જો આ બાબતનો ઉલ્લેખ કરશો અને નાણાં ભરવા શ્રોતાજનોને અપીલ કરશો, તો તે હિંદના કરોડો પીડિતો પ્રત્યે જનતાની ઉદાર સહાનુભૂતિ જાગ્રત કરવાની દિશામાં બહુ મદદગાર થઈ પડશે. ૧૩૪ [મૂળ અંગ્રેજી] ગાંધીજીના હસ્તાક્ષરની દફ્તર નકલની છબી પરથી: એસ. એન. ૩૬૪૩. ૨૮. એ. એમ. કેમેરાનને પત્ર આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] ગાંધીજીની સહીવાળી નકલની છબી પરથી: એસ. એન. ૩૬૪૫, બીચ ગ્રોવ, ડરબન, ફેબ્રુઆરી ૧૫, ૧૮૯૭ એ. એમ. કેમેરૉન પોસ્ટ ઑફિસ ડાર્ગલ રોડ પ્રિય સાહેબ, તા. ૧૦ના તમારા માયાળુ પત્ર માટે તથા તમારાં કીમતી સૂચનો માટે આભારી છું. ડરબન આવવા માટે તમે થોડા દિવસ કાઢી શકશો એથી હું બહુ ખુશી થયો છું. આ સાથે ત્રણ પાઉન્ડનો ચેક બીડું છું. જો તમે પ્રથમ વર્ગમાં મુસાફરી કરવા ઇચ્છો તો તેમ કરશો. વધારાનો ખર્ચ થશે તે આપવામાં આવશે. સાથે જ તમારો, મો. ક. ગાંધી ૧. મૂળ અંગ્રેજીમાં કંઈક ઝાંખા પડેલે આ રાબ્દ ઘણું કરીને ટુમોરો (આવતી કાલે) છે : ફેબ્રુઆરી ૭મીએ રિવવાર હતા. ૨. ધ ટાઇમ્સ મૅન્ટિવાના નાતાલના ખબરપત્રી તરીકે મિ. કૅમેરીને અમુક સમય કામ કર્યું હતું (ન્નુએ પા.૨૮૭). દક્ષિણ આફ્રિકાના હિંદીઓના પક્ષ રક્ત કરવા એક વર્તમાનપત્ર રારૂ કરવા સંબંધી ચર્ચા-વિચારણા કરવા ગાંધીજીએ તેમને ડરબન ખેાલાવ્યા હતા. પરંતુ ૧૯૦૩ પહેલાં ઇન્ડિયન ઓપીનિયન બહાર પડી શકયું નહોતું. ૩. પિટરમેરિત્સબર્ગથી આશરે વીસ માઈલ દૂર આવેલું એક ગામ.