પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૯. મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર [ગાંધીજી જાન્યુઆરી ૧૩, ૧૮૯૭ને રોજ ડરબનમાં ઊતર્યા પછી નાતાલમાં તથા દક્ષિણ આફ્રિકામાં બીજે એક પછી એક જે બનાવો બન્યા તે એમને માટે ગંભીર ચિંતાનો વિષય થઈ પડયો હતો. તેમને ખબર પડી ગઈ હતી કે દક્ષિણ આફ્રિકામાં વધુ હિંદી- ઓને આવતા અટકાવવા તથા હિંદીઓને સ્વદેશ પાછા ફરવાની ફરજ પડે એવી પરિસ્થિતિ સર્જવા, સંસ્થાનના સત્તાધીશો નિશ્ચયપૂર્વક પ્રયત્નો કરશે. બ્રિટિશ સામ્રાજ્યના બંધુ પ્રજાજન તરીકે હિંદીઓનો દરજ્જો ભયમાં હતો અને તેને પરિણામે સામ્રાજ્યની આંતરિક શાંતિ પણ જોખમમાં હતી. તેમને લાગ્યું કે બ્રિટિશ સરકાર સમક્ષ તેમ જ ઇંગ્લંડ તથા હિંદના નેતાઓ સમક્ષ ૧૩ જાન્યુઆરીના હિંદી-વિરોધી દેખાવોનું સાચું રહસ્ય મૂકવાનું તથા દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સ્થિતિનું તેમ જ કેટલીક સાંસ્થાનિક સરકારો જે હિંદી- વિરોધી રાજનીતિ અનુસરે છે તેમાં રહેલા અતિ મહત્ત્વના મુદ્દાઓનું સ્પષ્ટ ચિત્ર પણ તેમની સામે રજૂ કરવાનું જરૂરી છે. આથી તેમણે નાતાલવાસી હિંદીઓ વતી માનનીય જોસેફ ચેમ્બરલેનને મોકલવા નીચેનું વિનંતીપત્ર ઘડયું હતું : ૧. પાછળથી વિનંતીપત્ર છાપવામાં આવ્યું હતું, અને નાતાલના ગવર્નરને, નીચે આપેલા પત્ર સાથે મેકલવામાં આવ્યું હતું : પ્રતિ નામદાર ડરબન, એપ્રિલ ૬, ૧૮૯૭ માનનીય સર્વૉલ્ટર એફ. હેલી-હચિન્સન, કે. જી. એમ. જી., નાતાલના ગવર્નર તથા મુખ્ય સેનાધિપતિ અને વાઇસ-ઍડમિરલ, નાતાલ, અને દેશી વસ્તીના સર્વોપરી પ્રમુખ, નામદાર ધ્યાન આપવા કૃપા કરે : તાજેતરમાં થયેલા હિંદી-વિધી દેખાવે! બાબત મારી તેમ જ બીજાઓની સહીથી નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવને લખેલું વિનંતીપુત્ર આ સાથે આપ નામદારને અત્યંત નમ્રતાપૂર્વક મેકલું છું. આપ નામદારની અનુકૂળ ભલામણ સાથે એ વિનંતીપત્ર નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવને મેાકલવા હું આપ નામદારને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું. ઉપર દર્શાવેલી મૂળ અરજીની બે નકલ પણ આ સાથે ખીરું છું. આપના, ઇત્યાદિ, (સહી) અમદુલ કરીમ એચ. આદમ