પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

________________

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૩૭ અને કંસારો. ટ્રસ્ટ બોર્ડ અરજી મંજૂર કરી. આ માહિતી વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ કે તરત સંસ્થાનમાં વિરોધનો વંટોળ ઊઠયો. પિટરમૅરિત્સબર્ગ તથા ડરબનમાં સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા ટ્રસ્ટ બોર્ડના કાર્યનો વિરોધ કરવા રસભાઓ ભરવાનું જાહેર કરવામાં આવ્યું. પહેલી સભા ડરબનમાં ઑગસ્ટ ૧૧ના રોજ થઈ. તેમાં સારી હાજરી હતી એમ કહેવાય છે. તેમાં ગરમાગરમ ભાષણો થયાં. ચળવળને પરિણામે ટૅગાટ શુગર કંપનીએ પોતાની અરજી પાછી ખેંચતાં નીચે મુજબ લખ્યું હતું : “અમારી અરજી સામે અમને જરાયે કલ્પના નહોતી એવી વિરોધ થતો હોવાથી અમે એ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે.” પરંતુ અરજી પાછી ખેંચી લીધા પછી પણ ચળવળ શાંત ન થઈ. સભાઓ ભરાવી ચાલુ રહી અને વક્તાઓ વિષયની મર્યાદા વટાવીને ભાષણ કરતા હતા. આપના અરજદારોનો નમ્ર મત છે કે અરજીમાં રાજ્યના રક્ષણ હેઠળ દેશમાં ગરા લાવવાનો ઇરાદો હતો તે પરતો અરજી રામેનો વિરોધ સંપૂર્ણ વાજબી હતો; ને જો ચળવળ યોગ્ય મર્યાદામાં રહી હોત તો પાછળથી જે બનાવો બન્યા તે ન બનત. સભાઓમાં કેટલાક વક્તાઓએ ભારપૂર્વક કહેલું કે આ બાબતમાં વાજબી રીતે હિંદીઓનો વાંક કાઢી શકાય એમ નથી; વાંક બધો શુગર કંપનીનો છે. પરંતુ ઘણાંખરાં ભાષણોનો ધ્વનિ એવો હતો કે શ્રોતાજનોની ઉગ્ર લાગણીઓ સહેલાઈથી ભડકી ઊઠે. વર્તમાનપત્રોમાં પણ મોટે ભાગે એ જ પ્રકારના પત્રો આવવા લાગ્યા. સાચી બીનાઓની ભારે અવગણના થતી હતી; સમગ્ર હિન્દી પ્રશ્નને ઉખેળામાં આવ્યો અને આખા હિંદી સમાજની નિદા થવા લાગી. આપના અરજદારોનો નમ્ર અભિપ્રાય છે કે રસ્થાનમાં હિંદીઓ વિષે સૌથી અધિક ધૃણા અને ગેરસમજ પ્રવર્તે છે એવી હિંદી કોમની દલીલને આ સભાઓ ઘણી વાજબી ઠરાવે છે. હિંદીઓને “કાળા કીડા” કહેવામાં આવે છે. મૅરિત્સબર્ગની એક સભામાં વક્તાએ કહ્યું કે “કુલી તો ચીકટું ચીંથરું લૂંથીને જીવી શકે.” સમાના શ્રોતાઓમાંથી એકે કહ્યું કે, “હિંદીઓની વસ્તી અહીં સસલાંની પેઠે વધે છે.” ને બીજાએ ઉમેર્યું, “મોટી મુશ્કેલી એ છે કે આપણે એમને ગોળીએ દઈ શકતા નથી.” ડરબનની એક સભામાં અરજી બાબત શ્રોતાજનમાંથી કોઈકનો અવાજ આવેલો કે “જો હિંદી કારીગરો આવશે તો આપણે બંદર પર જઈશું ને એમને અટકાવીશું.” તે જ સભામાં બીજાએ કહેલું કે કુલી તો માણસ જ નથી.” આમ, એ જોઈ શકાશે કે ગયા જાન્યુઆરીના બનાવોનો મસાલો ૧૮૯૬ના ઑગસ્ટથી તૈયાર થવા લાગ્યો હતો. આ ચળવળની એક બીજી વિશેષતા એ હતી કે મજૂર વર્ગોને તેમાં સક્રિય રસ લેવાને ઉશ્કેરવામાં આવતા હતા. ટસ્ટ બોર્ડના પગલા ઉપર યોગ્ય વિચાર કરવાનો સમય આવ્યો ત્યાં તો સપ્ટેમ્બર ૧૪, ૧૮૯૬ના રોજ, રૂટર એજન્સી દ્વારા વર્તમાનપત્રોમાં નીચેનો તાર પ્રસિદ્ધ થયો : | હિંદમાં પ્રસિદ્ધ થયેલા એક ચોપાનિયામાં કહેવામાં આવ્યું છે કે નાતાલમાં હિંદીઓને લૂંટવામાં આવે છે, તેમના પર હુમલા કરવામાં આવે છે અને તેમના પ્રત્યે ઢોર જેવો વર્તાવ રાખવામાં આવે છે. તેઓ પોતાની ફરિયાદોનું નિવારણ પણ કરાવી શકતા નથી. આ | કરિયાદોની તપાસ કરવાની ધિ ટા: રુન્ડિયા પત્ર હિમાયત કરે છે. આ તારથી સ્વાભાવિક રીતે સંરથાનનો ક્રોધ ભભૂકી ઊઠયો, ને બળતામાં ઘી હોમાયું. આ પુરિતકા તે શ્રી મો. ક. ગાંધીએ લખેલી દક્ષિણ આફ્રિકામાં હિંદી લોકને પડતાં કષ્ટોનું નિવેદન હતું. મિ. ગાંધીને “દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ જે કષ્ટો ભોગવી રહ્યા છે તે બાબત હિંદમાં રાજ્યાધિકારીઓ, જાહેર કાર્યકરો તથા જાહેર મંડળો આગળ રજૂઆત કરવા” દક્ષિણ આફ્રિકામાં વસતી હિંદી કોમના પ્રતિનિધિઓએ નીમ્યા હતા.