પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ આપના અરજદારોને અહીં જરા વિષયાંતર કરીને સ્થિતિ સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે. સહેજ પણ અચકાયા વિના આપના અરજદારો કહે છે કે તારની મતલબને ચોપાનિયામાંથી કો ટેકો મળતો નથી. જેમણે એ બંને વાંચેલાં તે સૌ એટલું કબૂલ કરે છે. નાતાજમવર્ચુરીએ તાર જોઈને જે ક્રોધપૂર્ણ વલણ ધારણ કરેલું તે ચોપાનિયું વાંચ્યા પછી બદલીને નીચેના શબ્દોમાં રજૂ કર્યું હતું: ૧૩૮ શ્રી ગાંધીએ પોતે તથા પોતાના દેશબંધુઓ વતી એવું કશું કર્યું નથી, જે કરવાનો એમને અધિકાર ન હોય. એમની દૃષ્ટિએ જોતાં, જે સિદ્ધાંત માટે તેઓ મથે છે તે માનપાત્ર તથા ઉચિત છે. એમ કરવાનો એમને અધિકાર છે. અને જ્યાં સુધી તેઓ પ્રામાણિકપણે અને સીધી રીતે વર્તે ત્યાં સુધી તેમને ન તો દોષ દઈ શકાય કે ન તો તેમના કામમાં દખલ કરી શકાય. અમે જાણીએ છીએ ત્યાં સુધી તેઓ હંમેશાં એમ જ વર્તતા આવ્યા છે, અને એમની છેલ્લી પુસ્તિકા તેમના પોતાના દૃષ્ટિબિંદુથી એ પ્રશ્ન વિષેનું અણઘટનું નિવેદન છે એમ અમે પ્રામાણિકપણે ન કહી શકીએ. રૂટરના તારમાં મિ. ગાંધીનું કથન બહુ અતિશયોક્તિ કરીને આપવામાં આવ્યું છે. તેમણે માત્ર કેટલીક ફરિયાદો ગણાવી છે, પણ તે પરથી કોઈને માટે એ કહેવું ન્યાય્ય નહીં લેખાય કે એમના ચોપાનિયામાં એવું કહેવામાં આવ્યું હતું કે હિંદીઓને નાતાલમાં લૂંટવામાં આવે છે, તેમના પર હુમલા કરવામાં આવે છે, તેમના પ્રત્યે પશુવત વર્તાવ કરવામાં આવે છે અને તેનું નિવારણ કરાવી શકાતું નથી. (સપ્ટેમ્બર ૧૮, ૧૮૯૬) તે જ તારીખ નાતાર વર્ટાક્ષર લખે છે: તાજેતરમાં મુંબઈ ખાતે પ્રસિદ્ધ થયેલું મિ. ગાંધીનું ચોપાનિયું વાંચ્યા પછી એ નર્ણય પર આવી શકાય છે કે એના હેતુઓ તથા મતલબ બાબત તાર દ્વારા મળેલું વર્ણન ખૂબ અતિશયોક્તિભર્યું હતું. ગિરમીટિયા હિંદીઓ પ્રત્યે અમુક પ્રમાણમાં ગેરવર્તાવ રાખવામાં આવે છે એવી શ્રી ગાંધીની ફરિયાદ છે, પરંતુ તેમાં એવું કહેવાને કશો આધાર નથી કે નાતાલમાં હિંદીઓ લૂંટાય છે, તેમના પર હુમલા થાય છે અને તેમના પ્રત્યે પશુવત્ વર્તાવ થાય છે એવો આરોપ મૂકયો છે. એમની ફરિયાદ તો જૂની અને જાણીતી જ છે કે યુરોપિયનો હિંદીઓને જુદા વર્ગ તથા જાતિના ગણે છે; ને એ રીતે વર્તે છે; તેમને પોતાનામાંના એક ગણતા નથી. મિ. ગાંધીના દૃષ્ટિબિંદુથી આ બહુ દુ:ખદાયક છે, એટલે એમના પ્રત્યે તથા એમના દેશબંધુઓ પ્રત્યે સહેજે સહાનુભૂતિ બતાવી શકાય. મૂળ વાત પર આવતાં જાકે થોડાક ચુનંદા માણસો ઉપરના તારની ખરી મતલબ સમજી શકધા, પણ મોટા ભાગના લોકો તો પોતે તાર પરથી હિંદમાંના ચોપાનિયાનો જે ખ્યાલ બાંધેલો તેને વળગી રહ્યા. હિંદીઓ વિરુદ્ધ યુરોપિયનોને ઉશ્કરી મૂકે એવા પત્રો છાપાંમાં આવતા જ રહ્યા. ૧૮ સપ્ટેમ્બર, ૧૮૯૬ના રોજ મેરિત્સબર્ગમાં એક સભા ભરીને યુરોપિયન પ્રોટેકશન ઍસોસિયેશન (યુરોપિયન સુરક્ષા મંડળ) સ્થાપવામાં આવ્યું. મળેલા હેવાલો મુજબ આ સભામાં ૩૦ માણસો હાજર હતા. આ સભા જોકે ઉપરોક્ત ટ્રસ્ટ બોર્ડના પગલાંના સીધાં પરિણામરૂપે મળી હતી, છતાં એ મંડળનો કાર્યક્રમ ઘણો વ્યાપક છે. ઑકટોબર ૮, ૧૮૯૬ના નાતાહ વિટનેસમાં જણાવ્યા અનુસાર, આ મંડળ મુખ્યત્વે સંસ્થાનમાં એશિયાઈઓનો પ્રવેશ નિયંત્રિત કરનારા કાયદાઓમાં વળી વધારે સુધારા કરવાની દિશામાં પ્રયાસ કરશે; અને નીચેની બાબતો પર ખાસ